તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણબિરથી કરિશ્મા સુધી, કપૂર પરિવારમાં કોઈ 8 તો કોઈ 6 Fail

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબિર કપૂરની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' 14 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. ડિરેક્ટર અનુરાગ બાસુની આ ફિલ્મમાં કેટરિના છે. ઉલ્લેખનીય છે કે રણબિર કપૂર પરિવારમાંથી આવે છે. કપૂર પરિવારે એકથી ચઢીયાતા એક સ્ટાર્સ આપ્યા છે. જોકે, કપૂર પરિવારના સભ્યો ભણવામાં બિલકુલ ડબ્બા છે. આ પરિવારમાં રણબિર કપૂરને સૌથી વધુ ભણેલો માનવામાં આવે છે. 

10માં આવ્યાં હતાં 56 ટકાઃ
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં રણબિરે કહ્યું હતું કે તે કપૂર ખાનદાનનો સૌથી ભણેલો મેમ્બર છે. તેને 10માં ધોરણમાં 56 ટકા મળ્યાં હતાં. તેણે કહ્યું હતું કે જ્યારે તે નાનો હતો ત્યારે તે સારી રીતે ભણતો નહોતો. તેની મોમ હંમેશા તેને ધમકી આપતી કે જો તે સારી રીતે નહીં ભણે તો પાપાને ફરિયાદ કરશે. સારું હતું કે તે સમયે ટ્વિટર નહોતું, નહીંતર તેના પાપા ટ્વિટ કરીને તેના ખરાબ માર્ક્સ બધાને કહી દેત. વધુમાં તેણે કહ્યું હતું કે જ્યારે પણ તેનું રિઝલ્ટ આવતું ત્યારે મોમ સ્કૂલે આવતી અને તે દર વખતે પ્રોમિસ કરે કે તે હવે ફેઈલ નહીં થાય અને સારી રીતે ભણશે. વધુમાં રણબિરે કહ્યું હતું કે તે ઘરમાં સૌથી વધુ એજ્યુકેટેડ મેમ્બર છે. 

25 વર્ષે કર્યું ડેબ્યૂઃ
રણબિરે 'સાંવરિયા'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તેની ઉંમર 25 વર્ષની હતી. આ સિવાય તેણે 'રોક સ્ટાર', 'વેકઅપ સિડ', 'બરફી', 'યે જવાની હૈં દિવાની', 'તમાશા' સહિત અનેક ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કપૂર પરિવારમાં કોણ કેટલું ભણેલું છે....)
અન્ય સમાચારો પણ છે...