• Gujarati News
  • Bajrangi Bhaijaan And Gurdaspur Terror Attack Connection

આજનો આતંકી હુમલા અને \'બજરંગી ભાઈજાન\' વચ્ચે છે આ કનેક્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: 'બજરંગી ભાઈજાન'ના એક સીનમાં સલમાન ખાન)
મુંબઈ:17 જુલાઈએ રીલિઝ થયેલી 'બજરંગી ભાઈજાન' અને સોમવારની સવારે પંજાબના ગુરૂદાસપુરમાં થયેલા આતંકી હુમલા વચ્ચે એક કનેક્શન છે.આ હુમલા અંગે જાસુસ સંસ્થા આઈબીએ મહત્વપૂર્ણ માહિતી આપી છે.એજન્સીએ આતંકીઓ પાકિસ્તાનના નારોવાલથી ભારતમાં ઘુસ્યા છે.
શું છે ફિલ્મમાં
જ્યારે ફિલ્મમાં જાસુસીના આરોપસર જેલમાં બંધ 'બજરંગી ભાઈજાન'ને છોડાવી ભારત મોકલવા પાકિસ્તાનના લોકોને નારોવાલ બોર્ડર પર એકત્ર થવા સોશિયલ મીડિયા પર હાકલ કરવામાં આવે છે.ત્યાર બાદ, એક સૈન્ય અધિકારી તેને નિર્દોષ માની સરહદે લાવે છે. જ્યાં ભારત અને પાકિસ્તાન એમ બન્ને તરફથી હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હોય છે. ત્યાર બાદ ટોળુ બેકાબુ બની 'બજરંગી ભાઈજાન'ને આર્મી પાસેથી છોડાવે છે અને તેને ભારતમાં પ્રવેશવા માટે માર્ક મોકળો કરે છે.(આ 6 એક્ટર્સે નકારી હતી 300 કરોડ કમાનારી 'બજરંગી ભાઈજાન')
બીજી ખાસ વાત એ છે કે,ફિલ્મમાં મુન્ની ઉર્ફે શાહિદાને પણ નારોવાલની જ બતાવવામાં આવી છે.આમ સલમાનની આ બ્લોક બસ્ટર ફિલ્મ અને આજની ઘટના વચ્ચે એક યોગાનુયોગ થયો છે.
આગળની સ્લાઈડ્સમાં નારોવાલ ક્યાં આવેલુ છે અને ફિલ્મનું શૂટ ક્યાં કર્યું છે તે અંગે જાણો