પત્ની બિપાશા કરતા 8 ગણો ગરીબ છે કરણ, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડમાં 'રાઝ' અને 'જિસ્મ' જેવી અનેક હિટ ફિલ્મ્સ આપી ઓળખ બનાવનારી એક્ટ્રેસ બિપાશા બસુ તાજેતરમાં મેકઅપ વિનાના લુકમાં જોવા મળી હતી. આમ તો લાંબા સમયથી ફિલ્મ્સથી દૂર બિપાશા ઘણીવાર પતિ કરણસિંહ ગ્રોવર સાથે રેસ્ટોરન્ટ કે પછી વિદેશમાં વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. એપ્રિલ 2016માં લગ્ન કરનારી બિપાશા પતિ કરણ કરતા ઈન્ડસ્ટ્રીમાં ઘણી સીનિયર છે. તે પછી અનુભવ હોય કે સંપત્તિ, આ બન્ને મામલે તે તેના કરતા ઘણી આગળ છે. બિપાશાની સંપત્તિ છે 100 કરોડથી પણ વધુ
 
નેટવર્થિયર મુજબ, બિપાશાની નેટવર્થ 15 મિલિયન ડોલર એટલે કે લગભગ 102 કરોડ રૂપિયા છે, તેની તુલનામાં પતિ કરણસિંહ ગ્રોવરની સંપત્તિ માત્ર 13.60 કરોડ રૂપિયા છે. બિપાશા પાસે હાલ ભલે ફિલ્મ ના હોય પણ તેની પાસે અનેક મલ્ટીનેશનલ કંપનીઝની એડ રહે છે. તેના દ્વારા જ બિપાશાને વધુ કમાણી થાય છે. આમ તો બિપાશા ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. તે રિબોક, એરિસ્ટોક્રેટ લગેજ, ફા ડિયોડરન્ટ, ગિલી જ્વેલરી, કેડિલા શુગર ફ્રી ગોલ્ડ, હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂ સહિત અનેક કંપનીઝની એડ કરે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો કઈ રીતે પૈસા કમાય છે બિપાશા બસુ અને તેના પતિની સંપત્તિ અંગે
અન્ય સમાચારો પણ છે...