તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુપટ્ટાથી ચહેરો ઢાંકી અહીં આવી કેટરિના, ફિલ્મની સફળતા માટે માગી દુઆ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'બાર બાર દેખો'ની સફળતા માટે દુઆ માંગવા કેટરિના કૈફ સોમવાર(12 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યે ફતેહપુર સીકરી પહોંચી હતી. અહીં તેણે શેખ સલીમ ચિશ્તીની દરગાહ પર સૈફ મિયાં ચિશ્તી પાસે ચાદર ચડાવી હતી. આ દરમિયાન કેટરિનાએ પોતાની મન્નત પૂરી થવા પર દોરો છોડ્યો હતો સાથે જ બીજી ફિલ્મ માટે દોરો બાંધ્યો અને દુઆ માંગી હતી. જેથી અંદાજો લગાવી શકાય છે કે તેની એક ઇચ્છા પૂરી થઇ અને બીજી માટે અરજી કરી છે. કેટ અહીં 45 મિનિટ માટે રોકાઇ હતી.
દુપટ્ટાથી બાંધ્યો હતો ચહેરો
-અચાનક નકાબ પહેરીને સફેદ સૂટમાં દરગાહ પહોંચેલી કેટરિના સાથે પ્રોડ્યુસર અશોક રાણા સહિત બે અન્ય લોકો હાજર હતાં.
-તેણે નકાબ ઉતાર્યા બાદ પણ ચહેરાને દુપટ્ટાથી ઢાંકી રાખ્યો હતો. આ દરમિયાન લોકો તેની એક ઝલક મેળવવા માટે આતુર હતાં.
-સૈફ મિંયાએ જણાવ્યું કે કેટરિના આશરે દરેક વાર પોતાની ફિલ્મની સફળતા બાદ અહીં આવે છે. આજે પણ તેણે પોતાની ફિલ્મ માટે મન્નત માંગી છે.
દરગાહ પર 5 વાર આવી ચૂકી છે કેટરિના
-નોંધનીય છે કે કેટરિના અત્યાર સુધી 5 વાર આ દરગાહ પર આવી ચૂકી છે.
-આગરામાં ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હન'ના શૂટિંગ દરમિયાન અહીં આવી હતી અને અહીં આવ્યા બાદ આ જગ્યાની પ્રશંસક બની હતી.
-તે આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ દરગાહ પર ચાદર ચડાવવા માટે આવી હતી અને મન્નતના બે દોરા બાંધ્યા હતાં.
-તેણે પહેલો દોરો 'ફિતૂર'ની સફળતા માટે બાંધ્યો હતો જ્યારે બીજો દોરો અંગત મુશ્કેલીઓને દૂર કરવા માટે બાંધ્યો હતો.
-મન્નત વિશે પૂછવા પર સજ્જાદનશીએ જણાવ્યું હતું કે કોઇની વાતોને જાહેર કરવી એ સારૂ નથી.
-કેટ 19 જુલાઇ 2015ના રોજ સીકરીની મુલાકાતે આવી હતી તે સમયે પણ તેણે કાળા કલરના કપડાથી પોતાનો ચહેરો ઢાંકીને રાખ્યો હતો.
ફિલ્મ 'બાર બાર દેખો'ને મળી રહ્યો છે મિશ્ર પ્રતિસાદ
-9 સપ્ટેમ્બરે રીલિઝ થયેલી કેટરિના કૈફની ફિલ્મ 'બાર બાર દેખો'ને ક્રિટીક્સ અને દર્શકોનો મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે.
-કેટરિના ઉપરાંત આ ફિલ્મના લીડ રોલમાં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા, રામ કપૂર અને સારિકા છે.
-કેટરિના અને સિદ્ધાર્થ આ ફિલ્મમાં પહેલીવાર સાથે જોવા મળશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેટરિનાના Photos....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો