તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટી-શર્ટમાં કરિના કપૂરે બતાવ્યો Baby Bump, હેર સલુન આગળ થઈ Spotted

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર હાલમાં પ્રેગનન્ટ છે. તાજેતરમાં જ કરિના સૈફ અલી ખાન સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. 17 જુલાઈ રવિવાના રોજ કરિના કપૂર હેરસ્ટાઈલિસ્ટ અધૂના અખ્તરના હેર સલુન આગળ જોવા મળી હતી. આ સમયે કરિનાએ ટી-શર્ટ પહેરી હતી અને તેનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે દેખાતો હતો. ટી-શર્ટ પર સ્લોગન હતું, “Why Walk When You Can Dance”. ઉલ્લેખનીય છે કે કરિના કપૂર ડિસેમ્બરમાં બાળકને જન્મ આપશે.
 
મીડિયા પર ભડકીઃ
મીડિયાએ કરિના કપૂરની પ્રેગનન્સી પર વધુ પડતું એટેન્શન આપ્યું છે. જેને લઈને એક્ટ્રેસ હેરાન-પરેશાન છે. હાલમાં જ કરિના કપૂરે એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને તેમાં તેણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કરિનાએ કહ્યું હતું કે મીડિયા તેની પ્રેગનન્સીને નેશનલ કેઝ્યુઅલિટી ઈશ્યૂ ના બનાવે. કરિના પ્રેગનન્ટ હોવા છતાંય ફિલ્મ \'વીરા દી શાદી\'માં કામ કરી રહી છે. આને લઈને જ્યારે કરિનાને પૂછવામાં આવ્યું કે તે મેટરનિટી લીવ કેમ નથી લેતી, તો કરિનાને ગુસ્સો આવી ગયો હતો. 

કરિનાએ કહ્યું, \'પ્રેગનન્ટ છું, મરી નથી ગઈઃ
- કરિનાએ કહ્યું હતું કે તે પ્રેગનન્ટ છે, મરી નથી. કઈ વાતની મેટરનિટી લીવ. બાળકો પેદા કરવા પૃથ્વી પરની સૌથી નોર્મલ વાત છે. મીડિયાએ આને કારણ વગર જ મોટી વાત બનાવી દીધી છે અને તેને અલગ જોવાનું બંધ કરવામાં આવે. તે પહેલાં હતી, એવી જ છે. જેને તેનાથી મુશ્કેલી હોય તે તેની સાથે કામ ના કરે. જોકે, તેનું કામ તો હંમેશા ચાલતું રહેશે.
- આને નેશનલ કેઝ્યુઅલિટી બનાવવાનું બંધ કરો. આપણે 2016માં જીવીએ છીએ નહીં કે 1800માં. આજે મીડિયા જે રીતે વ્યવહાર કરે છે, તેનાથી પર અંદાજ લગાવી શકાય છે કે તે સમયના લોકો વધુ સિવિલાઈઝ્ડ અને નોર્મલ હતાં.
- તે લોકોથી તંગ આવી ગઈ છે, પ્રેગનન્સીને કોઈ પણ રીતે ડેથ બનાવી રહ્યાં છે. તે લોકોને મેસેજ આપે છે કે લગ્ન કરવા, ફેમિલીને આગળ વધારવું, તેની કરિયરની વચ્ચે ક્યારેય આવી શકે તેમ નથી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કરિના કપૂરની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો