શાહીદે જ કરી છે મીરા પસંદ,માતાએ કર્યો ખુલાસો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર:મીરા અને શાહીદ)
મુંબઈ: જ્યારથી શાહીદ કપૂરના લગ્નના અહેવાલો વહેતા થયા છે ત્યારથી એક જ ચર્ચા છે કે,આ એરન્જ મેરેજ સાશાના પિતા પંકજ કપૂરે ગોઠવ્યા છે.તો બીજી તરફ તેની માતા નીલીમા અઝીમે ખુલાસો કર્યો છે કે,મીરા આ શાહીદની વ્યક્તિગત પસંદ છે.તેમણે પોતે જ તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.
નીલીમાએ એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા એરેન્જ મેરેજની વાતને નકારી હતી.તેનું ક્વોટ વાંચો,'તે(શાહીદ) જાણે છે કે તે શું કરે છે અને અમે તમામ તેમા સામેલ છીએ. હું મીરાને મુંબઈ અને ફરીવાર દિલ્હીમાં મળી હતી. તે સ્વીટ અને પ્રેમાળ છે. તેના પરિવારને મળવામાં આનંદ આવ્યો'. નીલીમાની વાતથી લાગે છે કે તેમણે ભાવિ પુત્ર વધુને થમ્બ્સ અપ કરી દીધુ છે.

હાલ ચાલી રહેલી ચર્ચા મુજબ શાહીદ તેની વાગ્દતા સાથે 10 જુનના રોજ ગ્રીસમાં લગ્ન કરશે.