તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લતાજીને Slow Poisonથી મારવાની થઇ હતી કોશિશ,જાણો રસપ્રદ Facts

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર 87 વર્ષના થયા છે. લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્યપ્રદેશના ઇંદોરમાં થયો હતો. તેના પિતા પંડિત દિનાનાથ મંગેશકર રંગમંચના કલાકાર અને ગાયક હતાં. લતાજીને નાનપણથી જ ગાવાનો શોખ હતો અને સંગીત તેમને પહેલાથી જ પસંદ હતું.

13 વર્ષે જ ગાયું હતું ગીત
લતાજી જ્યારે 13 વર્ષના હતા ત્યારે પહેલીવાર 1942માં આવેલી મરાઠી ફિલ્મ 'પહલી મંગલાગૌર'માં ગીત ગાયું હતું. હિંદી ફિલ્મ્સમાં તેમની એન્ટ્રી 1947માં ફિલ્મ 'આપ કી સેવા' દ્વારા થઇ હતી. તેણે અત્યાર સુધીમાં 30 હજારથી વધુ ગીત ગાયા છે.
પદ્મભૂષણ અને ભારત રત્નનું સન્માન
ભારત સરકારે લતાજીને પદ્મભૂષણ(1969) અને ભારત રત્ન(2001)થી સન્માનિત કર્યા હતાં. બોલિવૂડમાં પણ તેમને 'રાષ્ટ્રીય પુરસ્કાર', 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' અને 'ફિલ્મફેયર' જેવા અનેક એવોર્ડ્સથી તેમનું સન્માન કરાયું છે. 2011માં લતાજીએ છેલ્લી વાર 'સતરંગી પેરાશૂટ' ગીત ગાયું હતું ત્યારબાદથી તેઓ સિંગિંગથી દૂર છે. તેમના બર્થડે પર divyabhaskar.com એવા કિસ્સા શૅર કરે છે. જેની તમને જાણ નહીં હોય..
Fact No. 1
1962માં જ્યારે લતા 32 વર્ષના હતા ત્યારે તેમને સ્લો પોઇઝન આપવામાં આવ્યું હતું. લતાના અત્યંત નજીક એવા પદ્મા સચદેવે આ બાબતનો ઉલ્લેખ પોતાના પુસ્તક 'એસા કહાં સે લાઉં'માં કર્યો છે. આ ઘટના પછી રાઇટર મઝરૂહ સુલ્તાનપુરી અનેક દિવસો સુધી તેમના ઘરે આવીને પહેલા પોતે જમવાનું ચાખતા પછી લતાજીને આપતાં હતાં. જોકે, તેમને મારવાની કોશિશ કોણે કરી એ વિશે આજસુધી ખુલાસો થયો નથી.
આગળની સ્લાઇડ્સમાં જાણો લતાજીની લાઇફના આવા જ રસપ્રદ Facts…
અન્ય સમાચારો પણ છે...