તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમ-હેમાની પ્રેગ્નન્ટ દીકરી એશા લાગી Boss, જોવા મળ્યો આવો અંદાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ હેમા માલિની અને ધર્મેન્દ્રની મોટી દીકરી એશા દેઓલ ચાલુ વર્ષે પહેલા સંતાનને જન્મ આપશે. તાજેતરમાં જ તેણીએ પતિ ભરત તખ્તાની સાથે ગ્રીસમાં બેબીમૂન સેલિબ્રેટ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, બેબીમૂન એન્જોય કરવાની સાથે સાથે તેણીએ ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ પણ કર્યો છે. ડેબ્યૂ સાથે જ તેણીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, તેણીએ આ ફોટોમાં કેપ્શન આપ્યું કે “So hot feels like summertime Mumbai rains where are you? #mumbairains #monsoon #feelslikesummer”
 
હાલ 'ધૂમ' ફેમ એશા તેની લાઈફનો સૌથી શ્રેષ્ઠ સમય વિતાવી રહી છે. થોડા દિવસ પહેલા જ તે દુબઈમાં તેની ફ્રેન્ડ અને એક્ટ્રેસ સેલિના જેટલી સાથે સમય વિતાવતી જોવા મળી હતી. હાલ સેલિના પણ પ્રેગ્નન્ટ છે અને તે બીજીવાર ટ્વિન્સને જન્મ આપવા જઈ રહી છે.
 
હાલમાં જ મનાવ્યું બેબીમૂન
એશા પતિ ભરત તખ્તાની સાથે થોડાં સમય પહેલાં જ ગ્રીસ ગઈ હતી. એશા હાલમાં પોતાના ડાયટ તથા વર્કઆઉટમાં ખાસ ધ્યાન આપી રહી છે. તે યોગ તથા મેડિટેશન પર વધુ ફોક્સ કરે છે.
 
લગ્નના 5 વર્ષ બાદ થઈ પ્રેગ્નન્ટ થઈ
રસપ્રદ વાત તો એ છે કે, એશાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને 2013થી ઘણીવાર તેના પ્રેગ્નન્ટ હોવા અંગેની વાતો આવતી રહી હતી. આમ તે લગ્નના પાંચ વર્ષ બાદ પ્રેગ્નન્ટ થઈ છે. જોકે તેના બાદ લગ્ન કરનારી તેની બહેન આહના દેઓલ હાલ દીકરા ડેરેનની મોમ છે.
 
આહનાની પ્રેગ્નન્સી દરમિયાન એશાએ કર્યું હતું શોપિંગ
એશાને પહેલેથી બાળકો પ્રત્યે લગાવ છે અને નાની બહેન આહનાની પ્રેગ્નન્સી દરમિયાન તેણે જ શોપિંગ કર્યું હતું. સૂત્રો મુજબ, એશા તેની મા સાથે જુહુ બંગલોમાં રહે છે અને બાન્દ્રામાં તેના સાસરિયાઓની મુલાકાત લેતી રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં પ્રેગ્નન્ટ એશા દેઓલના વધુ ફોટોઝ
 
અન્ય સમાચારો પણ છે...