તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવું છે રણબિરના ઓટોગ્રાફ પાછળનું સિક્રેટ, આમ બનાવી સ્ટાઈલીશ સિગ્નેચર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ સેલિબ્રિટીઝ તેના સ્ટાઈલીશ ઓટોગ્રાફને લઈ પણ જાણીતા હોય છે. અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ, પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સુધીના બોલિવૂડ એક્ટર્સ તેની સિગ્નેચરમાં પણ એનર્જી ઈન્વેસ્ટ કરે છે. તેમા પણ રણબિર કપૂરની સિગ્નેચર તો પેટન્ટ સ્ટાઈલ છે. આ રીતે બનાવી સ્ટાઈલીશ સિગ્નેચર
તે પોતાની ડેબ્યુ ફિલ્મ 'સાવરિયા' દરમિયાન બેસીને પરફેક્ટ ઓટોગ્રાફ કરવા માટે ખૂબ મહેનત કરતો હતો. આ અંગે વાત કરતા 'સાવરિયા' માટે સંજય લીલા ભણશાળીના આસિસ્ટન્ટ ડિરેક્ટર અને 'હવાઈઝાદા' ના ડિરેક્ટર વિભુ પુરીએ જણાવ્યું કે,''બ્રેક્સ દરમિયાન, રણબિર નોટપેડમાં સતત પ્રેક્ટિસ કર્યા કરતો હતો. તે ક્યા સિગ્નેચર સાથે તેણે આગળ વધવું જોઈએ તેના ફીડબેક માટે અમારી પાસે(ક્રુ મેમ્બર્સ)પાસે આવતો હતો. ''
રણબિરે 'સાવરિયા'ના શૂટિંગ દરમિયાન સ્ટાઈલીશ ઓટોગ્રાફ બનાવવા માટે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું, અને આજે પણ જ્યારે કોઈ ફેન્સ ઓટોગ્રાફ માગે છે ત્યારે આ જ સ્ટાઈલમાં સિગ્નેચર કરી આપે છે.
આગળની સ્લાઈડ્સમાં રણબિર કપૂરની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...