• Gujarati News
  • Shah Rukh And Salman To Star Together In An Aditya Chopra Directorial

આદિત્ય ચોપરાની ફિલ્મમાં કરશે શાહરૂખ-સલમાન સાથે કામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર:સલમાન અને શાહરૂખ)
મુંબઈ:'કરન-અર્જુન' અને 'હમ તુમ્હારે હૈ સનમ'માં સાથે કામ કરી ચુકેલા શાહરૂખ અને સલમાન છેલ્લા ઘણા સમયથી સાથે જોવા મળ્યા નથી. પરંતુ આ આતુરતાનો અંત આવી ગયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
સુત્રો મુજબ, આ બન્ને દિગ્ગજો યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરા નિર્દેશિત આગામી ફિલ્મમાં જોવા મળશે.રસપ્રદ વાત તો એ છે કે આ ફિલ્મમાં પહેલા રણવીરસિંહ હતો પણ તેની જગ્યા સલમાને લીધી છે.
આદિએ શાહરૂખ અને સલમાનને સાથે લેવાની યુક્તિ કરીને ફિલ્મ બોક્સ ઓફિસ ફતેહ કરવા નો માર્ગ સરળ બની જશે. આ બન્ને સ્ટારને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી ગઈ છે અને આ માટે સંમતિ પણ આપી દીધી છે.આ માટે એક્ટર્સ તો નક્કી થઈ ગયા પણ પરફેક્ટ હિરોઈનની શોધ ચાલુ છે.