તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરૂણ માટે છત પરથી કૂદવાની હતી યુવતી, ભીડ માટે બોલાવાયા Bouncers

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની એક ઝલક જોવા માટે કોટા (રાજસ્થાન)ના યુવાનો ઉમટી પડ્યા હતાં. બોલિવૂડ બ્યૂટી આલિયા અને કૂલ વરૂણે કોટાના લોકોને હાથ હલાવીને ચિયર્સ કર્યું હતું. આ દરમિયાનમાં વરૂણને મળવા માટે એક યુવતી છત પર ચડી હતી અને ત્યાંથી કૂદવાની હતી. જોકે, તેને સમયસર રોકવામાં આવી હતી.
આવી હતી સ્થિતિ
-યુવાઓ સવારથી જ સેવન વન્ડર્સ પહોંચી ગયા હતા. કોઇ ઘર પરથી તો કોઇ છત પરથી શૂટિંગ જોતા હતાં. અનેક લોકો ડિવાઇડર પર ઉભા રહીને સ્ટાર્સની એક ઝલક મેળવવાની કોશિશ કરી રહ્યા હતાં.
-પોલીસ જમા થઇ રહેલી ભીડને વેરવિખેર કરવાની કોશિશ કરી રહી હતી જેથી ટ્રાફિક ન થાય પરંતુ આમ કરવા માટે તેમને ખૂબ મહેનત કરવી પડી હતી. યુવાનો જોશમાં લાગી રહ્યા હતાં.
સામાન્ય માણસ પરેશાન, VIPને સારી ટ્રિટમેન્ટ
-સુરક્ષાને ધ્યાનમાં રાખતા સામાન્ય માણસો માટે ગુરૂવારે સેવન વન્ડર્સમાં એન્ટ્રી બંધ રાખવામાં આવી હતી. જ્યારે શહેરના વીઆઇપી લોકો સેવન વન્ડર્સની અંદર જોવા મળ્યા હતાં.
-તેઓ કોઇપણ જાતની રોકટોક વગર અંદર આવ-જા કરી રહ્યા હતાં. જોકે, શૂટિંગમાં સહયોગ માટે કોટાના આશરે 80 લોકલ કલાકારોની પણ મદદ લેવાઇ હતી.
રિલેક્સ જોવા મળ્યા આલિયા-વરૂણ
-ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી 'બદ્રીનાથ કી દુલ્હનિયા'ના શૂટિંગનો કોટામાં પહેલો દિવસ હતો. સેવન વન્ડર્સ પર ફિલ્મનું ક્રૂ વહેલી સવારે જ પહોંચી ગયું હતું.
-સેટ તૈયાર થયા બાદ બન્ને સ્ટાર્સ સેટ પર પહોંચ્યા. બન્ને સ્ટાર્સ રિલેક્સ મૂડમાં જોવા મળ્યા હતા પરંતુ ગરમી અને ભારે બફારાથી તેઓ પરેશાન થઇ ગયા હતાં.
જગમંદિરમાં પણ કરવામાં આવ્યું શૂટિંગ
-આ સીન રિસાવાનો હતો. આલિયા સ્કર્ટ અને ટોપરના આઉટફિટમાં હતી જ્યારે વરૂણ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો.
-શોટ્સના બ્રેક વચ્ચે બન્ને શૂટિંગ પર ફોકસ કરતા જોવા મળ્યા હતાં. વચ્ચે-વચ્ચે હસીમજાક પણ કરતા જોવા મળ્યા હતાં.
-આશરે પાંચ વાગ્યા સુધી સેવન વન્ડર્સની સાથે-સાથે જગમંદિરમાં પણ શૂટિંગ ચાલ્યું હતું. જગમંદિરમાં આલિયા સલવાર સૂટમાં જોવા મળી હતી.
-આ સમય દરમિયાન વચ્ચે વરૂણે કિશોર સાગરમાં વોટર રાઇડને પણ એન્જોય કરી હતી. હજુ કોટાના વિવિધ સ્થળો પર ચાર દિવસ શૂટિંગ ચાલુ રહેશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, શૂટિંગના કેટલાક અન્ય Photos....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો