90ના દાયકામાં બોલિવૂડની જાન હતી આ અભિનેત્રીઓ, આજે છે ગુમનામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ભાગ્યશ્રી, સલમાન ખાન સાથે)
મુંબઇ: 90ના દાયકામાં બોલિવૂડમાં એવી કેટલીય અભિનેત્રીઓ આવી, જેણે લાખો દિલો પર રાજ કર્યું. આમાંથી કેટલીક અભિનેત્રીઓની કારકિર્દી ખાસ ન રહી, જ્યારે અમુક ટોચ પર પહોંચી ફિલ્મ્સથી દૂર થઇ ગઇ.
આવી જ એક અભિનેત્રી ભાગ્યશ્રી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. તે સુમનના પાત્રમાં હતી. ફિલ્મ દર્શકોને પસંદ પડી હતી.
આ ફિલ્મ રીલિઝ થયા પછી તેણે હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેની ત્રણ ફિલ્મ્સ 'કેદ મેં હૈ બુલબુલ', 'ત્યાગી' અને 'પાયલ' રીલિઝ થઇ હતી. 1993માં અભિનેતા અવિનાશ સાથે તેની ફિલ્મ 'મેરા પરદેશી' રીલિઝ થઇ હતી. જે 90ના દાયકાની તેની છેલ્લી હિંદી ફિલ્મ હતી. જોકે, 2001માં ફિલ્મ 'હેલો ગર્લ્સ' દ્વારા ભાગ્યશ્રીએ કમબેક કર્યું હતું, પણ વાત ન બની.
23 ફેબ્રુઆરી, 1969ના રોજ મુંબઇમાં જન્મેલી ભાગ્યશ્રીના અભિનય સફરની શરૂઆત અમોલ પાલેકરના ટીવી શો 'કચ્ચી ધૂપ' દ્રારા થઈ હતી. તે પતિ હિમાલય દાસાની અને બે બાળકો અવંતિકા અને અભિમન્યુ દાસાની સાથે પારિવારીક જીવન વિતાવી રહી છે.
આગળ જુઓ, એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે...