અહીંયા આ રીતે થયું હતું ફિલ્મનું શૂટિંગ, જુઓ Behind The Scenes

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અપકમિંગ બોલિવૂડ ફિલ્મ 'ભૂમાફિયા'નું 80 ટકા શૂટિંગ યુપીના લખનઉ તથા બુંદેલખંડમાં થયું છે. જ્યારે બાકીનું શૂટિંગ અલ્હાબાદમાં થયું છે. આ ફિલ્મમાં વિલનના નાના ભાઈનો રોલ કરતો દેવદત્ત બુધૌલિયાએ તાજેતરમાં જ divyabhaskar.com સાથે વાત કરી હતી. દેવદત્તે ફિલ્મના બિહાઈન્ડ સીન્સ પણ શૅર કર્યા હતા. 


ત્રણવાર ભાગ્યા બાદ બન્યો એક્ટરઃ
દેવદત્તે કહ્યું હતું કે તેને નાનપણથઈ એક્ટિંગનો શોખ હતો પરંતુ તેના પરિવારના સભ્યોને આ વાત બિલકુલ પસંદ નહોતી. 20 વર્ષની ઉંમરે કોઈને કહ્યાં વગર તે મુંબઈ આવી ગયો હતો પરંતુ 10 દિવસમાં જ તે પાછો ઘરે જતો રહ્યો હતો. પરિવારે તેને માર્યો પરંતુ તેનો જીવ હંમેશા એક્ટિંગમાં જ પરોવાયેલો રહ્યો હતો. પછી થોડાં વર્ષ બાદ તે પાછો મુંબઈ આવ્યો હતો પરંતુ પછી ફરી ઘરે આવી ગયો હતો. જોકે, ત્રીજીવાર જ્યારે તેણે મુંબઈ આવવાનું નક્કી કર્યું ત્યારે તેણે મનથી નક્કી કર્યું હતું કે તે હવે કંઈક બનીને જ પાછો ઘરે જશે. મુંબઈની ફૂટપાથ પર વડાપાંઉ ખાઈને દિવસો પસાર કર્યાં હતાં. લાંબા સંઘર્ષ બાદ 'રાજા કી આયેગી બારાત' ટીવી સીરિયલમાં નાનકડો રોલ મળ્યો હતો. 


આ ફિલ્મ્સમાં કર્યું કામઃ
આઠ ઓગસ્ટ, 1975માં જન્મેલા દેવદત્તે ઘણી બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કર્યું છે. અભિષેક બચ્ચનની ફિલ્મ 'રાવણ'માં પણ નાનકડી ભૂમિકા ભજવી હતી. 'બજરંગી ભાઈજાન'માં પાકિસ્તાની પોલીસનો રોલ ઓફર થયો હતો પરંતુ અન્ય જગ્યાએ શૂટિંગ હોવાથી તે કામ કરી શક્યો નહીં. દેવદત્તે બુંદેલી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. 


આ સીરિયલ્સમાં કામ કર્યું કામઃ
'ચિડિયાઘર', 'નાના નારંગી', 'પીટરસન હિલ', 'ઈશ્કા કા રંગ સફેદ', 'ઉતરન', 'તેરે શહર મેં', 'યહાં હૈં હમ', 'સાવધાન ઈન્ડિયા', 'મહાદાવે', 'જિંદગી વિન્સ', 'સિંહાસન બત્તીસી' જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે. 


ઈરફાન ખાનની પત્નીની ફિલ્મમાં કરે છે કામઃ
દેવદત્તે કહ્યું હતું કે બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનની પત્ની સુતાપા સિકંદરની ફિલ્મ 'જિંદગી એક નશા'માં કામ કરી રહ્યો છે. 


(જુઓ, ફિલ્મ 'ભૂમાફિયા'ના બિહાઈન્ડ ધ સીન્સ....)

અન્ય સમાચારો પણ છે...