SHOCKING: 'બાગી'માં આ અભિનેત્રીને કાઢીને આવી ગઈ શ્રદ્ધા કપૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ શ્રદ્ધા કપૂર)
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર 'બાગી'માં ટાઈગર શ્રોફ સાથે કામ કરી રહી છે. જોકે, આ પહેલાં આ ફિલ્મમાં દિશા પટનીને લેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફિલ્મના મેકર્સ ટાઈગર સામે નવી અભિનેત્રી લેવા માંગતા હતાં. જોકે, પછી સ્ટાર વેલ્યુ લાવવા માટે શ્રદ્ધા કપૂરને લેવામાં આવી હતી. અલબત્ત, દિશાને એ વાતની ખબર નથી કે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને લેવામાં આવી છે.

દિશાએ આ ફિલ્મના તેના રોલ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તે વર્કશોપમાં જવા લાગી છે. જોકે, પ્રોડક્શન હાઉસે તેને કહ્યું નથી કે તે આ ફિલ્મમાં કામ કરતી નથી. દિશાનાં મેનેજરે કહ્યું હતું કે તે સાજીદ નડિયાદવાલાની ફિલ્મમાં કામ કરી રહી છે પરંતુ તે 'બાગી'માં નથી.

નવાઈની વાત એ છે કે દિશાએ આ પહેલાં 'વેનિટી' ફેર, 'દિલ દે પ્યાર દે' જેવી ફિલ્મ્સ ગુમાવી દીધી હતી. આ બંને ફિલ્મ કરન જોહરની હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, દિશાની ખાસ તસવીરો...)