તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ એક્ટ્રેસને દેવઆનંદ બનાવવા ઇચ્છતા હતા ઘરની વહુ, રસપ્રદ વાતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડના એવરગ્રીન એક્ટર દેવઆનંદનો જન્મ 26 સપ્ટેમ્બર,1923ના રોજ થયો હતો. દેવઆનંદની બર્થ એનિવર્સરી નિમિત્તે divyabhaskar.comએ દેવઆનંદની ફિલ્મ 'ચાર્જશીટ'ની એક્ટ્રેસ દેવશી ખંડૂરી સાથે વાત કરી હતી. આ એક્ટ્રેસે દેવઆનંદની પર્સનાલિટીથી લઇને સેટ પર તેમના અંદાજ અંગે વાત કરી હતી.
Q- દેવ સાહેબ સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો?
-હું નસીબદાર છું કે મને ફિલ્મ્સમાં બ્રેક અપાવનાર દેવ આનંદ હતાં. હું જ્યારે નાની હતી ત્યારથી મને તેમના બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટર્સ ગમતા હતાં. દેવસાહેબ સાથે મેં જેટલી પણ ક્ષણો માણી છે. તે મારા જીવનની યાદગાર ક્ષણ છે. એ બાબત મારા માટે પ્રેરણાદાયક હતી કે મને ઇન્ડસ્ટ્રિના લીજેન્ડ સાથે કામ કરવા મળ્યું. દેવ સાહેબ સિમ્પલ છતાં સ્ટાઇલિસ્ટ હતાં. મને તેમની પાસેથી મારી મનપસંદ ફિલ્મ 'ગાઇડ'ના ડાયલોગ પણ સાંભળવા મળ્યા હતાં.
-તેઓ એક ગ્રેટ ફિલોસોફર હતાં. તેમને સાંભળવા એ એક બૌદ્ધિક અનુભવ હતો. તેમના શબ્દોમાં ફિલોસોફી અને અનુભવનું મિશ્રણ હતું. અમે એકબીજાનો હાથ પકડીને 'મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા' ગાતા હતાં. તેઓ ખૂબ આનંદી વ્યક્તિ હતાં. તેઓ હંમેશા કોઇને કોઇ જોક્સ સંભળાવતા હતાં. મને યાદ નથી આવતું કે તેમણે કોઇ પર ગુસ્સો કર્યો હોય.
Q- એવી પણ ચર્ચા હતી કે તેઓ ઇચ્છતા હતા કે તમે વહુ તરીકે તેમના ફેમિલી મેમ્બર બનો. તમારૂ શું કહેવું છે?
-એ વાત સાચી હતી. એક દિવસ દેવસાહેબે મને પૂછ્યું કે શું તુ મારા ઘરે આવવાનું પસંદ કરીશ. મેં કહ્યું કે હા કેમ નહીં. ત્યારે તેમણે કહ્યું હતું કે માત્ર એકવાર નહીં હંમેશના માટે. મને કંઇ ખબર ન પડી કે તેઓ શું કહેવા માંગે છે? અચાનક દેવ સાહેબે મને પૂછ્યું કે "શું તને સુનીલ (તેમનો પુત્ર) ગમે છે?"
Q- તમે દેવસાહેબને પહેલીવાર ક્યારે મળ્યા હતાં?
-મારી પહેલી મુલાકાત તેમના પાલી હિલ સ્થિત પેન્ટહાઉસમાં થઇ હતી. જ્યારે હું તેમને મળવા માટે જતી હતી ત્યારે મારા મનમાં વિચાર આવતાં હતા કે દેવ સાહેબે અત્યાર સુધીમાં અનેક નવી એક્ટ્રેસિસને તક આપી છે તો હું કેવી રીતે તેમને ઇમ્પ્રેસ કરીશ. મેં તેમને મારી લખેલી એક કવિતા સંભળાવવાનું નક્કી કર્યું. આ કવિતા સાંભળીને તેઓ એટલા ઇમ્પ્રેસ થયા કે તેમણે મને ફિલ્મ માટે સોંગ લખવાનું કહ્યું.
-આ પછી તેમણે મારા બર્થ ડે પર મને શુભેચ્છા પાઠવી તેમજ મારી સાથે ફોટોશૂટ કરવાનું કહ્યું. આ ફોટોશૂટના સમયે તેઓ મારા માટે ફૂલનો ગુલદસ્તો લાવ્યા હતાં. તેમણે મને તેમની છેલ્લી ફિલ્મ 'ચાર્જશીટ'માં કામ કરવાનું કહ્યું. હું મ્યૂઝિકથી લઇને ફિલ્મ રીલિઝ સુધી દેવ સાહેબની સાથે રહી હતી. મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું.
Q- એક એક્ટર અને ડિરેક્ટર તરીકે તેઓ કેવા હતાં?
-બધાને જાણ છે કે તેઓ એક બ્રિલિયન્ટ એક્ટર અને માસ્ટર ડિરેક્ટર હતાં. એક ડિરેક્ટર તરીકે તેઓ કલાકારને કમ્ફર્ટેબલ અનુભવાય તેવું વાતાવરણ ઉભું કરતાં હતાં. તેઓને શું જોઇએ છે અને શું નહીં તે બાબત વિશે ચોક્કસ રહેતા હતાં.
-એક એક્ટર તરીકે તેઓ હંમેશા કહેતા કે,"તમે કોઇપણ કેરેક્ટર કરતાં હો. તમારે એ કેરેક્ટરની અંદર ઘૂસી જવું જોઇએ, એનો અનુભવ કરવો જોઇએ અને એ રીતે બહાર લાવવું જોઇએ જેથી એમાં વધુ પ્રયત્ન ન કરવો પડે."
-તેઓ એ પણ કહેતા કે મેકઅપ અને બાહ્ય દેખાવને ભૂલી જાઓ. હંમેશા તમારા પર્ફોર્મન્સ પર ધ્યાન આપો. તેઓ કહેતા કે બીજાને અનુસરવા કરતા તમારી સ્ટાઇલ તૈયાર કરો.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી વાંચો મધુબાલા અંગે શું કહ્યું દેવસાહેબે.....
અન્ય સમાચારો પણ છે...