તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ટ્રેસ બનતા પહેલા આવી લાગતી હતી પ્રિયંકા, જુઓ નાનપણના Photos

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ 18 જુલાઇએ પ્રિયંકા ચોપરા 34 વર્ષની થશે. 1982માં જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાના પિતા અશોક ચોપરા અને મા મધુ ચોપરા આર્મીમાં ફિઝિશ્યિન હતાં. પેરેન્ટ્સની જોબના કારણે પ્રિયંકાનું નાનપણ જમશેદપુર સિવાય દિલ્હી, પુણે, લખનૌ, બરેલી, લદ્દાખ, ચંદિગઢ અને અંબાલામાં પસાર થયું હતું. લખનૌ(લા માર્ટિનિયર ગર્લ્સ સ્કૂલ) અને બરેલી (સેન્ટ મારિયા ગોરેટ્ટી કોલેજ)માંથી તેણે અભ્યાસ કર્યો હતો. 13 વર્ષે જ તે અભ્યાસ માટે બોસ્ટન ગઇ હતી. ત્રણ વર્ષ બાદ પરત આવી અને બરેલીની આર્મી હાઇસ્કૂલ એક્ઝામ પાસ કરી.
શ્યામ રંગનો ઉડાવતા હતા મજાક
કોને ખબર હતી કે નાનપણમાં જેને 'કાલી કલૂટી' કહીને ચિડવતા હતા તે છોકરી એક દિવસે દુનિયાની સૌથી ખૂબસૂરત અને સેક્સિએસ્ટ વુમન કહેવામાં આવશે. હકીકતમાં, નાનપણમાં પ્રિયંકા શ્યામ રંગની હતી. તેના નાકની બનાવટ અને શ્યામ રંગને કારણે લોકોના મજાકનો વિષય બનતી હતી.
માના એક નિર્ણયે બદલી નાખી જિંદગી
-જ્યારે પ્રિયંકા વિદેશથી પરત આવી ત્યારે તેની આંટી તેને 'કાલી-કલૂટી' કહીને ચિડવતી હતી. કોઇ પણ સામાન્ય બાળકની જેમ જ પ્રિયંકા પણ આત્મવિશ્વાસ ગુમાવવા લાગી.
-તેના પિતા હાયર સ્ટડી માટે તેને ઓસ્ટ્રેલિયા મોકલવાની તૈયારી કરતા હતાં. ત્યારે તેની મોમે એવું પગલું ઉઠાવ્યું કે જેનાથી પ્રિયંકાની જિંદગી બદલી ગઇ. જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે તેણે પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવ્યો હતો. તે ફોટાને તેની માએ મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં મોકલી આપ્યો. પ્રિયંકાને આ વિશે કશું જણાવ્યું નહીં.
મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને બની બોલિવૂડ ક્વીન
-પ્રિયંકાની માતાએ મોકલેલા ફોટોઝ કોન્ટેસ્ટમાં સિલેક્ટ થયાં. એક દિવસ કોલ આવ્યો કે તે સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રિયંકાનું સિલેક્શન થઇ ગયું છે. ત્યારે બધાને આ વાતની જાણ થઇ. પ્રિયંકાએ આ સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો અને એ જ વર્ષે મિસ વર્લ્ડનો ખિતાબ પણ પોતાને નામે કર્યો હતો. ત્યારબાદ તે ફિલ્મ્સ તરફ વળી.
-ઇન્ડસ્ટ્રિમાં આવ્યા બાદ થોડા જ વર્ષોમાં તેણે નેશનલ એવોર્ડ જીતીને ટિકાકારોની બોલતી બંધ કરી હતી. પ્રિયંકાના ખાતામાં 'બાજીરાવ મસ્તાની', 'મેરિકોમ', 'બરફી', 'ફેશન', 'ડોન' સિરિઝ, 'કમિને', 'એતરાઝ' જેવી અનેક સુપરહિટ ફિલ્મ્સનો સમાવેશ થાય છે. હોલિવૂડ સિરિઝ 'ક્વોન્ટિકો'થી તેને ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઓળખ મળી છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, પ્રિયંકા ચોપરાના નાનપણ, સ્કૂલના અને મોડલિંગ દિવસોના Photos...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો