તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ફ્લાઈંગ જટ્ટ'ની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ ટાઈગર-જેકલીન મળ્યા આ અંદાજમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 17 જુલાઈના રોજ ટાઈગર શ્રોફ અને જેકલીન ફર્નાન્ડીઝ સ્ટારર 'ફ્લાઈંગ જટ્ટ'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ફિલ્મની સ્ટારકાસ્ટ, ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ સામેલ થયા હતા.
નાથને શેર કર્યો ભારતીય ફિલ્મમાં કામ કરવાનો અનુભવ
ફિલ્મમાં સુપર વિલનના રોલમાં જોવા મળનારા હોલિવૂડ સ્ટાર નાથન જોન્સે લોન્ચીગ ઈવેન્ટમાં બોલિવૂડમાં કામ કરવાના અનુભવ અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું કે''ભારતીય એક્ટર્સ સાથે કામ કરવું આનંદની વાત છે. રિમો અદભૂત ડિરેક્ટર છે. આ પ્રકારની ખૂબ જ સારી સ્ટારકાસ્ટ સાથે કામ કરવાનો શાનદાર અનુભવ રહ્યો છે. ''
'ફ્લાઈંગ જટ્ટ'ને લઈ નહીં થાય વિવાદ
'ફ્લાઈંગ જટ્ટ'ની પ્રોડ્યુસર એકતાએ ફિલ્મ મેકિંગ દરમિયાન ધ્યાનમાં રાખેલી બાબતો અને રીલિઝ પહેલા ઉભા થનારા વિવાદને ટાળવા અંગે કહ્યું કે,''સ્ક્રિપ્ટથી લઈ ફિલ્મના તમામ સ્તરે મંજુરીઓ લીધી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચી રહી નથી. ''
એકતાએ કહ્યું-શીખ સમાજ તરફી છે ફિલ્મ
તેણે વધુમાં ઉમેર્યું કે,''અલબત્ત, આ અત્યાર સુધીમાં સૌથી વધુ શીખ તરફી ફિલ્મ છે. મારી મમ્મીએ પોતે જ મને રામ અને સીતાનો પરિચય કરાવતા પહેલા બાબાજી(ગુરૂ નાનક)ની ઓળખ કરાવી હતી. હું શીખ સમાજ વિરુદ્ધ કંઈપણ બતાવીશ નહીં. ''
જ્યારે લોન્ચીગ ઈવેન્ટ દરમિયાન ફિલ્મના મુખ્ય સ્ટાર્સ ટાઈગર અને જેકલીન મસ્તી ભર્યા મૂડમાં જોવા મળ્યા હતા. જેકલીને જણાવ્યું કે'' જો મારી પાસે અદભૂત શક્તિઓ હોય તો ઉડવાનું પસંદ કરું. તેમજ રિમો ડિસુઝાએ ડિરેક્ટ કરેલી સુપરવુમન ફિલ્મ કરવી પણ ગમે. ''
આગળની સ્લાઈડ્સમાં 'ફ્લાઈંગ જટ્ટ'ની ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં જેકલીન અને ટાઈગરની મસ્તી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો