તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જબરદસ્ત પર્ફોર્મન્સથી લઈ સબ્જેક્ટ સુધી, આ કારણોથી 'પિંક' બની અદભૂત ફિલ્મ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ આજે અનિરૂદ્ધા રોય નિર્દેશિત અને શૂજીત સરકાર('પીકુ', 'વિક્કી ડોનર'ના ડિરેક્ટર)એ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ 'પિંક' રીલિઝ થઈ છે. કોર્ટરૂમ ડ્રામા એવી આ ફિલ્મના સોંગ્સ કે બીજી કોઈ બાબતોને લઈ ચર્ચામાં નથી. પરંતુ ફિલ્મ જોયા બાદ તેની માઉથ પબ્લિસિટી થવાની પુરી સંભાવના છે. ફિલ્મ્સ ક્રિટિક્સે તો ફિલ્મની ભરપેટ પ્રશંસા કરી છે. જોકે એક વાત નોંધવા જેવી ખરી કે, આ ફિલ્મ ખાસ પ્રકારના દર્શકોને જ પસંદ પડશે. આ પેકેજમાં શા માટે 'પિંક' એક અદભૂત ફિલ્મ છે, તેના પાંચ કારણો જણાવી રહ્યા છીએ.
શું છે સ્ટોરી
દિલ્હી-ફરીદાબાદ પર આધારિત સ્ટોરી સર્વપ્રિય વિહારમાં ભાડાના મકાનમાં રહેતી મીનલ(તાપસી પન્નુ), ફલક અલી(કિર્તિ કુલ્હારી) અને એન્ડ્રીયા(એન્ડ્રીયા તારિયાંગ)ની છે. 1 માર્ચ, રવિવારની રાત્રે ફરિદાબાદ પાસે આવેલા સૂરજ કુંડવિસ્તારમાં રોક કોન્સર્ટ બાદ આ ત્રણેય છોકરીઓ ત્યાં હાજર રહેલા ત્રણ છોકરાઓ સાથે પાર્ટી કરવા જાય છે. જ્યાં કોઈ કારણોસર અંદરો અંદર મારા મારી થયા બાદ રાજવીર(અંગદ બેદી)ની આંખ પાસે ઉંડો ઘા લાગી જાય છે. જેને કારણે આ ત્રણેય છોકરાઓ મીનલની પાછળ પડે છે, અને આ ત્રણેય છોકરીઓને તેનો ભોગ બનવું પડે છે. મીનલ પર કેસ થાય છે, આ માટે રિટાયર્ડ વકીલ દીપક સહેગલ(અમિતાભ બચ્ચન)ત્રણેય છોકરીઓ તરફથી કેસ લડે છે. ત્યાર બાદ ફિલ્મ ક્લાઈમેક્સ સુધી પહોંચે છે.
કોર્ટરૂમ ડ્રામા
બોલિવૂડ ફિલ્મ્સમાં કોર્ટ ડ્રામા જોનરની ફિલ્મ્સ ભાગ્યે જ બની છે. આ યાદીમાં આંગળીના વેઢે ગણીશકાય એટલી જ ફિલ્મ્સ છે. જેમાં 'કાનૂન', 'બાત એક રાત કી','ઓહ માય ગોડ' અને 'જોલી એલએલબી' જેવી ફિલ્મ્સ સામેલ છે. આ યાદીમાં હવે 'પિંક' પણ સામેલ થઈ ગઈ છે. જોકે આ પ્રકારની ફિલ્મ્સમાં સૌથી વધુ વિખ્યાત હોય તો તે 'દામિની' ફિલ્મ છે. 'પિંક' તો આ તમામ ફિલ્મ્સથી પણ એક ડગલું આગળ છે. બન્ને વકીલ દ્વારા સાક્ષીઓની થતી ઉલટ તપાસમાં વચ્ચે વચ્ચે પુરૂષ પ્રધાન સમાજ પર પણ ચોટદાર ઘા કરવામાં આવે છે. એક જ પ્રશ્ન મામલે સ્ત્રી અને પુરૂષ વચ્ચે કેવો ભેદભાવ છે,તેના પરથી કોર્ટમાં પડદો ઉંચકાતો રહે છે અને ફિલ્મ જુના દારૂની જેમ તમારા દિમાગ પર કબ્જો જમાવી લે છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો 'પિંક'ને શાનદાર ફિલ્મ બનાવતા વધુ ચાર કારણો
અન્ય સમાચારો પણ છે...