ઝહીર અને સાગરિકા અહીં સેલિબ્રેટ કરી રહ્યા છે Honeymoon, ફોટો આવ્યો સામે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને ક્રિકેટર ઝહીર ખાન હાલ પોતાના લગ્ન જીવનને ખૂબ એન્જોય કરી રહ્યા છે. લગ્ન વિધિઓ, બેક ટૂ બેક પાર્ટીઝ, ફોટોશૂટ્સ અને હવે હનીમૂન પણ કરવા લાગ્યા છે. ઝહીર અને સાગરિકા હાલ માલદીવની ખૂબસૂરત વાદીઓમાં હનીમૂન સેલિબ્રેટ કરી રહ્યા છે. પોતાની આ ખૂબસૂરત પળોને સાગરિકાએ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. આ દરમિયાન તેનો પતિ ઝહીર સમુદ્ર કિનારે આરામ કરતો જોવા મળી રહ્યો છે.

 

કર્યા છે કોર્ટ મેરેજ

સાગરિકા અને ઝહીરે નિકાહ કર્યા નથી કે નથી લીધા સાત ફેરા. બન્નેએ 23 નવેમ્બરના રોજ

મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ કપલે કોકટેલ પાર્ટી અને રિસેપ્શન આપ્યું હતું. જેમાં ફિલ્મથી લઈ બોલિવૂડના ટોચના સ્ટાર્સ સામેલ થયા હતા.

 

લગ્ન બાદ કર્યા મહાલક્ષ્મી મંદિરમાં દર્શન

લગ્ન બાદ આ કપલ કોલ્હાપુર ગયું હતું. જ્યાં બન્નેએ મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષના એપ્રિલમાં બન્નેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સગાઈની વાત જાહેર કરી હતી. ઝહીરે ગોવામાં સાગરિકાને પ્રપોઝ કર્યું હતું. બન્નેની મુલાકાત કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ માલદીવનો ફોટો તથા બીજી તસવીરો

અન્ય સમાચારો પણ છે...