કોઇના લવ મેરેજ તો કોઇના લગ્નનો વિરોધ, ફેમસ થતાં પહેલા સ્ટાર્સે કર્યા Marriage

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન 52 વર્ષનો થયો છે. 14 માર્ચ 1965ના રોજ તેનો જન્મ મુંબઇ, મહારાષ્ટ્રમાં થયો હતો. આમિરનું આખું નામ આમિર હુસૈન ખાન છે. તેના પિતાનું નામ તાહિર હુસૈન અને માનું નામ ઝીનત છે. આમિર ફિલ્મી પડદે પહેલીવાર કાકા નાસિર હુસેનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'યાદો કી બારાત' (1973)માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે ચાઇલ્ડ એક્ટર હતો.
 
આમિર ખાન અને રીના દત્તા
આમિર ખાન બોલિવૂડના એવા સ્ટાર્સમાંથી છે જેમણે ફેમસ થતાં પહેલા જ લગ્ન કર્યા હતાં. આમિરની પહેલી પત્નીનું નામ રીના દત્તા છે. આમિર અને તેમના પ્રથમ પત્ની રીનાની લવ સ્ટોરી બધા કરતા અલગ છે. આમીરના પાડોશમાં રહેતી રીના સાથે 18 એપ્રિલ, 1986ના રોજ  આમિરે ભાગીને લગ્ન કર્યા હતા. જોકે 16 વર્ષ સાથે રહ્યા પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. 2002માં આમિરે રીનાને ડિવોર્સ આપ્યા અને ડિસેમ્બર 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતાં. નોંધનીય છે કે રીના અને આમિરને બે બાળકો (જુનૈદ અને ઇરા) છે જે હવે રીના સાથે રહે છે. આમિરને એક દીકરો આઝાદ રાવ ખાન પણ છે.
 
શાહરૂખ-ગૌરીના લગ્નમાં ફેમિલીનો વિરોધ
શાહરૂખ એક એવો સ્ટાર્સ છે જેણે ફિલ્મ્સ કરતાં પહેલા લગ્ન કર્યા હતાં. જૂદા-જૂદા ધર્મોના હોવા છતાં તેમણે એક-બીજાને સ્વીકાર્યા અને આજે આ કપલ બોલિવૂડમાં ઉદાહરણરૂપ છે. પરિવારનો વિરોધ હોવા છતાં શાહરૂખે ગૌરી સાથે 1991માં લગ્ન કર્યા હતાં. જ્યારે તેની પહેલી ફિલ્મ 'દીવાના' 1992માં રીલિઝ થઇ હતી. જો કે, આ પહેલા શાહરૂખ ટીવી સીરિયલ 'ફૌજી'માં કામ કરી ચૂક્યો હતો. જોકે, બી ટાઉનમાં અનેક સેલેબ્સ છે જેમણે ફેમસ થતાં પહેલા જ લગ્ન કર્યા હતાં. આ પેકેજમાં અમે તમને જણાવી રહ્યા છીએ એવા જ સ્ટાર્સ વિશે...
 
આગળની સ્લાઇડ્સમાં જાણો એવા સેલેબ્સ વિશે જેમણે ફેમસ થતાં પહેલા જ કર્યા Marriage...
અન્ય સમાચારો પણ છે...