તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ બરોડિયન બોયને પરિણીતી ચોપરાએ કર્યો ક્લિન બોલ્ડ, અફેર હોવાની ચર્ચા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ક્રિકેટ અને બોલિવૂડનું વધુ લિંક-અપ ચર્ચામાં આવ્યું છે. વર્ષોથી ગ્લેમર વર્લ્ડ અને ક્રિકેટ વચ્ચે આ પ્રકારનું કનેક્શન જોવા મળે છે. યુવરાજસિંહ-હેઝલ, હરભજન-ગીતાથી લઈ ઝહીર-સાગરિકા અને અનુષ્કા વિરાટ સહિત એક લાંબી યાદી બની શકે તેમ છે. હવે બરોડિયન બોય હાર્દિક પંડ્યા પણ પ્રેમની સિક્સર ફટકારવા માટે આતુર બન્યો હોય તેમ લાગે છે. તાજેતરના સંકેતો મુજબ હાર્દિકને પરિણીતીએ બોલ્ડ કરી દીધો હોય એમ લાગી રહ્યું છે. આ ચર્ચા બન્નેના ટ્વિટને લઈ મીડિયામાં આવી છે.
 
પરિણીતીએ ટ્વિટ કરી આપ્યો સંકેત
તાજેતરમાં પરિણીતી ચોપરા અને ક્રિકેટર હાર્દિક પંડ્યા વચ્ચેના ટ્વિટર પર એક રોચક વાતચીત વાંચવા મળી છે. હાલ ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે છે. આ ટૂરમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું છે.
 
પરિણીતીએ તાજેતરમાં એક ખૂબસૂરત સાયકલનો ફોટો ટ્વિટ કર્યો હતો. જેનું રહસ્યમયી કેપ્શન આપતા લખ્યું કે, “સૌથી અદભૂત સાથી સાથે શાનદાર યાત્રા. લવ ઈન ધ એર”
 
હાર્દિકે સામે આપ્યો જવાબ
 
હાર્દિકે આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું શું હું અનુમાન લગાવી શકું છું? લાગે છે કે, આ આગામી બોલિવૂડ અને ક્રિકેટનું લિંકઅપ છે. આ ફોટો સારો ખેંચવામાં આવ્યો છે. જ્યારે હાર્દિકની આ ટ્વિટનો જવાબ આપતા પરિણીતીએ ટ્વિટ કર્યું કે, બની શકે છે અને નહીં પણ, આમ કહું તો આ ફોટોમાં જ સંકેત છે.
 
આગળ વાંચો પરિણીતી ચોપરા અને હાર્દિક પંડ્યાના ટ્વિટ્સ
 
અન્ય સમાચારો પણ છે...