જયપુરઃ માલવિકા અય્યર એક ઈન્ટરનેશનલ મોટીવેશન સ્પીકર, ડિસેબલ્ડ હક માટે લડનારી એક્ટિવિસ્ટ અને સોશિયલ વર્કમાં પીએચડી સાથે ફેશન મોડલ તરીકે પણ જાણીતી છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, માલવિકા એક દુર્ઘટનામાંથી પસાર થઈ ચૂકી છે. જેમાંથી નીકળીને કોઈપણ વ્યક્તિ માટે નવી લાઈફ શરૂ કરવી મુશ્કેલ બની જાય છે. ઘર પાસે પડેલા ગ્રેનેડે વિખેરી હતી ઝિંદગી
-તમિલનાડુના કુમબાકોનમમાં જન્મેલી માલવિકાનો ઉછેર રાજસ્થાનના બિકાનેરમાં થયો હતો. તે માત્ર 13 વર્ષની ઉંમરે એક ભયાનક દુર્ઘટનાનો શિકાર બની હતી. તેના ઘર પાસેથી એક ગ્રેનેડ મળ્યું હતું. કહેવામાં આવે છે કે, નજીકના એક એમુનેશન ડેપોમાં આગ લાગવાને કારણે તેના શેલ વિખરાયા હતા.
-આ ગ્રેનેડ માલવિકાના હાથમાં જ ફાટ્યો, જેને લઈને તેના બન્ને પગમાં ફ્રેક્ચર્સ અને નર્વ સિસ્ટમ ડેમેજ થઈ ગઈ. જેની સારવાર માટે તેણે ચેન્નઈની એક હોસ્પિટલમાં બે વર્ષ સુધી રહેવું પડ્યું હતું.
- આ દરમિયાન તેને મલ્ટીપલ ગ્રાફ્ટિંગ સહિત અનેક સર્જરીમાંથી પસાર થવું પડ્યું. તેની હાલત એટલી ખરાબ હતી કે, તે ચાલી શકતી પણ નહોતી. આમ છતાં તેણે પોતાને બદલી અને ડિસેબલ સુપર વુમન બનીને સામે આવી.
નવી ઝિંદગી શરૂ કરવાની સફર
-ઝિંદગીને ફરીવાર શરૂ કરવાનો નિશ્ચય કર્યા બાદ પહેલા ચેન્નઈ SSLC એક્ઝામિનેશનમાં પ્રાઈવેટ કેન્ડીડેટ તરીકે ભાગ લીધો. તેમાં તેણે લખવા માટે આસિસ્ટન્ટની મદદ લેવી પડી. આ દરમિયાન તેની મહેનતની ચર્ચા એટલી તો ચાલી કે, તે જમાનાના રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને મળવા માટે રાષ્ટ્રપતિ ભવનામાં આમંત્રિત કરવામાં આવી.
- ત્યાર બાદ માલવિકાએ દિલ્હી જઈને સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ઈકોનોમિક્સ ઓનર્સની ડિગ્રી લીધી. માત્ર એટલું જ નહીં, આગળનો અભ્યાસ ચાલુ રાખતા દિલ્હી સ્કૂલમાંથી સોશિયલ વર્ક માસ્ટર્સ અને મદ્રાસ સ્કૂલમાંથી એમ.ફિલનો અભ્યાસ કર્યો.
આગળની સ્લાઈડ્સમાં જાણો માલવિકા અય્યર અંગેની વધુ વાતો અને બીજા ફોટોઝ