B'day: 42નો થયો સિંગર સોનુ નિગમ, પરિવાર સાથે તસવીરોમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(બહેન નિકિતા અને નીશા નિગમ સાથે સોનુ)
મુંબઇ: પ્રસિદ્ધ પ્લેબેક સિંગર સોનુ નિગમ 42 વર્ષનો થઇ ગયો છે. 30 જુલાઇ, 1973ના રોજ તેનો જન્મ ફરીદાબાદ, હરિયાણામાં થયો હતો. સોનુ નિગમે માત્ર ચાર વર્ષની ઉંમરે સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે સૌથી પહેલા એક સ્ટેજ શોમાં પિતા અગમ કુમાર નિગમ સાથે મોહમ્મદ રફી દ્વારા ગાયેલું ફેમસ ગીત 'ક્યાં હુઆ તેરા વાદા' ગાયું હતું. આ પછી તે પિતા સાથે લગ્ન અને પાર્ટીઝમાં ગાતો હતો.
સોનુ નિગમનો પરિવાર
સોનુ નિગમની માતા શોભાનું ફેબ્રુઆરી 2013માં નિધન થયું હતું. તેની બે બહેનો છે નિકિતા અને નીશા. બન્ને સિંગિંગ ક્ષેત્રે કરિયર બનાવી રહી છે. નીશાએ ફિલ્મ 'સિંહ સાહબ ધી ગ્રેટ' (2013)નું ટાઇટલ સોંગ ગાઇ બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે નિકિતાએ વર્ષ 2006માં ફિલ્મ 'પ્યારે મોહન'માં પહેલું ગીત ગાયું હતું. સોનુની પત્નીનું નામ મધુરિમા છે. વર્ષ 2002માં તેમના લગ્ન થયા હતા. તેમનો એક પુત્ર પણ છે નવીન, જેણે 2011માં ધનુષે ગાયેલા ગીત 'વ્હાઇ ધીસ કોલાવેરી ડી'માં ચાઇલ્ડ વર્ઝનનો અવાજ આપ્યો હતો.
સોનુની શરૂઆત
19 વર્ષની ઉંમરે બોલિવૂડમાં સિંગિંગ કરિયર બનાવવા માટે સોનુ મુંબઇ આવ્યો હતો. શરૂઆતમાં તે વધારે પડતાં મોહમ્મદ રફીના ગીતો ગાતો હતો, જેના લીધે તે 'રફી ક્લોન'ના નામથી ઓળખાતો તો. 1997માં તેણે ફિલ્મ 'પરદેસ'માં ગીત 'યે દિલ દિવાના' ગાયું હતું, આ પછી લોકોનો મત બદલાયો હતો. 1990માં તેણે ફિલ્મ 'જાનમ' માટે પહેલીવાર અવાજ આપ્યો હતો. જોકે, એ ફિલ્મ રીલિઝ ન થઇ શકી. 1995માં સોનુએ હોસ્ટ કરેલા શો 'સા રે ગા મા'ને ટીવી પર ખૂબ લોકપ્રિયતા મળી હતી. 'બેવફા સનમ'નું ગીત 'અચ્છા સિલા દિયા તુને મેરે..' અને 'બોર્ડર'નું ગીત 'સંદેશે આતે હૈ'ને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ઉપરાંત તેના 'દિવાના' (1999), 'યાદ' (2001), 'જાન' (2000) અને 'ચંદા કી ડોલી' (2005) જેવા શાનદાર આલ્બમ પણ આવ્યા.
આગળ જુઓ, સોનુ નિગમની ફેમિલી સાથેની કેટલીક તસવીરો...
અન્ય સમાચારો પણ છે...