તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદાસ્પદ ફિલ્મથી થઈ લોકપ્રિય આ એક્ટ્રેસ, હવે સંભાળે છે 600 Crની કંપની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ વર્ષ 2003માં આવેલી કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ 'માતૃભૂમિ'માં કલ્કિ બનીને એક્ટ્રેસ ટ્યુલિપ જોષીએ પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યાં હતાં. કન્યા ભ્રૂણ હત્યા પર બનેલી આ ફિલ્મમાં ભવિષ્યની વાત કરવામાં આવી હતી, જેમાં લગ્ન માટે કોઈ યુવતી બચશે નહીં. ફિલ્મમાં ટ્યુલિપે કલ્કિનો રોલ પ્લે કર્યો હતો, જે પાંચ ભાઈઓ સાથે લગ્ન કરે છે અને રોજ અલગ-અલગ ભાઈઓ સાથે રાત પસાર કરે છે. આટલું જ નહીં લગ્નની પહેલી જ રાતે સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવે છે.

ગુજરાતી પિતા અને અરમેનિયન માની દીકરી છે ટ્યુલિપઃ
ટ્યુલિપનો જન્મ 11 સપ્ટેમ્બર, 1979ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતા ગુજરાતી તથા માતા અરમેનિયન છે. મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં સ્કૂલિંગ અને વિવેક કોલેજમાંથી મજોરિંગ ફૂડ સાયન્સ એન્ડ કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 2000માં ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો પરંતુ તે વિનર બની શકી નહીં. જોકે, પોન્ડ્સ, સિયારામ, પેપ્સી તથા બીપીએલ જેવી અનેક જાણીતી બ્રાન્ડ્સની જાહેરાતમાં કામ કર્યું હતું.

બોલિવૂડમાં એન્ટ્રીઃ
ટ્યુલિપે યશરાજ બેનરની ફિલ્મ 'મેરે યાર કી શાદી'થી 2002માં બોલિવૂડ એન્ટ્રી લીધી છે. નિર્માતા આદિત્ય ચોપરા પોતાના એક ફ્રેન્ડના લગ્નમાં ગયો હતો અને ત્યાં તેણે ટ્યુલિપને જોઈ હતી. આદિત્યે ટ્યુલિપને ઓડિશન માટે બોલાવી હતી. જોકે, આ સમયે ટ્યુલિપને હિંદી પણ બોલતા આવડતું નહોતું. આથી, જ તેને ફિરોઝ ખાન સ્ટુડિયોમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. 2003માં તેણે તેલુગુ ફિલ્મ 'વિલન' અને હિંદીમાં 'માતૃભૂમિ' કરી હતી. ટ્યુલિપે 'દિલ માંગે મોર' (2004), 'શૂન્ય' (2006), 'ધોખા' (2007), 'કભી કહીં' (2007), 'સુપરસ્ટાર' (2008), 'ડેડી કૂલ' (2009), 'રનવે' (2009), 'હોસ્ટલ' (2010) જેવી ફિલ્મમાં તુલીપ કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે તેલુગુ, પંજાબી અને કન્નડ ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે. ટ્યુલિપે તેલુગુ, પંજાબી, કન્નડમાં કામ કર્યું છે. તેણે ટીવી સીરિયલ 'એરલાઈન્સ'માં પાયલોટની ભૂમિકા ભજવી હતી.

પતિની 600 કરોડની કંપની સંભાળે છે ટ્યુલિપઃ
ટ્યુલિપ બોલિવૂડ એક્ટ્રેસ હોવાની સાથે એન્ટરપ્રિન્યોર પણ છે. લગ્ન બાદ તે પતિ વિનોદ નાયરની સાથે તેની 600 કરોડની કંપનીમાં કામ કરી રહી છે. આ કંપનીમાં તે ડિરેક્ટર છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ટ્યુલિપની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો