તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગી બહેનના લગ્નમાં જ ના આવી આ જાણીતી બોલિવૂડ એક્ટ્રસ, જાણો શું છે કારણ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 28 નવેમ્બરના રોજ બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તાએ વત્સલ સેઠ સાથે મુંબઈના જૂહુમાં ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. ઈશિતાએ પોતાના લગ્નની વાત છેલ્લી ઘડી સુધી છુપાવીને રાખી હતી. લગ્નમાં ઈશિતાના પરિવારના સભ્યો તથા ક્લોઝ ફ્રેન્ડ્સ આવ્યા હતાં. જોકે, ઈશિતાના લગ્નમાં તેની સગી બહેન તનુશ્રી જ આવી નહોતી. 


આ કારણે ના આવી લગ્નમાં:
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તનુશ્રી છેલ્લાં કેટલાંક વર્ષોથી ટ્રાવેલિંગ પર છે. ઈશિતાએ બહુ જ ઉતાવળમાં લગ્નનો નિર્ણય લીધો હતો અને તેને કારણે તનુશ્રી તરતને તરત લગ્નમાં આવી શકે તેમ નહોતી. તનુશ્રી હાલમાં સ્પિરિચ્યુઅલ ટ્રિપ પર છે અને તેને કારણે તે લગ્નમાં ના આવી શક્યતા છે. અલબત્ત, ઈશિતાએ મોટી બહેન તનુશ્રી સાથે લગ્ન પહેલાં ફોન પર વાત કરી હતી. બંને એકબીજાની ઘણી જ નિકટ છે. 


ના મળ્યો સમયઃ
હાલમાં તનુશ્રી ન્યૂ યોર્કમાં છે અને તેને પૂરતો સમય જ ના મળ્યો કે તે ભારત આવીને બહેનના લગ્ન એટેન્ડ કરે. divyabhaskar.comએ ઈશિતા-તનુશ્રીની માતા સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની માતા આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી. 


(વાંચો, સાત વર્ષથી બોલિવૂડથી દૂર છે તનુશ્રી....)

અન્ય સમાચારો પણ છે...