તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરિનાનો લાડકવાયો તૈમુર થયો ત્રણ મહિનાનો, લાગે છે આટલો Handsome

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરનો દિકરો તૈમુર અલી ખાન 20 માર્ચના રોજ ત્રણ મહિનાનો થયો છે. કરિનાના તૈમુરનો પહેલો ફોટો જ્યારે બહાર આવ્યો ત્યારે તે વાયરલ થયો હતો. આ ફોટોમાં તૈમુર ઘણો જ સ્માર્ટ ને હેન્ડસમ લાગતો હતો. 

સૈફે વોટ્સએપમાં રાખ્યો હતો ફોટોઃ
સૈફ અલી ખાને પોતાના WhatsAppમાં ડીપી(ડિસ્પ્લે પિક્ચર) તરીકે આ ફોટો રાખ્યો હતો. જાણીતા એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલમાં છપાયેલા સમાચાર મુજબ, સૈફે કન્ફર્મ કર્યું હતું કે આ તૈમુરનો ફોટો જ છે. જોકે, થોડાં સમય પછી સૈફે ડીપીમાંથી આ ફોટો હટાવી દીધો હતો. 

કોણે પાડ્યો હતો ફોટોઃ
સોહા અલી ખાને કહ્યું હતું કે તૈમુરની વાયરલ થયેલી તસવીર કુનાલ ખેમુ(ફુઆ)એ પાડ્યો હતો. કુનાલ ઘણાં જ સારા ફોટા પાડે છે. તૈમુરના ઘણાં જ ફોટા છે પરંતુ બધા જ બ્લર અને ઝાંખા છે. તેથી જ કુનાલે પ્રોફેશનલ કેમેરાથી તૈમુરના ફોટા પાડ્યાં હતાં અને તેમાંથી જ એક ફોટો વાયરલ થયો હતો.

16 માર્ચે નીકળ્યો હતો ઘર બહાર:
પહેલી જ વાર તૈમુર અલી ખાન 16 માર્ચના રોજ મોમ કરિના અને માસી સાથે નાની બબિતાના ઘરે જતો જોવા મળ્યો હતો.  આ સમયે કારમાં તૈમુરને નેનીએ ખોળામાં સૂવડાવીને રાખ્યો હતો. તેની બાજુમાં જ કરિના કપૂર બેઠી હતી અને ફોન પર વાત કરતી હતી. તૈમુરની માસી કરિશ્મા પણ જોવા મળી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, તૈમુર અલી ખાનની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો