મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર હાલમાં પ્રેગનન્ટ છે. જોકે, પ્રેગનન્ટ હોવા છતાંય કરિનાએ પોતાનું કામ ચાલુ રાખ્યું છે. પ્રેગનન્સીની વાત બહાર આવ્યા બાદ કરિનાએ સૌ પહેલાં અધૂના અખ્તર માટે એક જાહેરાત શૂટ કરી હતી. શૂટિંગ દરમિયાન કરિનાએ પોતાના ડ્રેસથી બેબી બમ્પ છુપાવ્યો હતો. શૂટિંગ સમયે કરિનાને આમિર ખાન મળ્યો હતો અને ફિટનેસ ટિપ્સ આપી હતી.
ડ્રેસમાં છુપાવ્યો બેબી બમ્પઃ
સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ અધૂના અખ્તરની એડનું શૂટિંગ કર્યું હતું. બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં કરિના ઘણી જ ગોર્જીયસ લાગતી હતી. તેના ચહેરા પર પ્રેગનન્સી ગ્લો જોવા મળતો હતો. બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં બેબી બમ્પ સહજતાથી છુપાવી દીધો હતો.
એડ શૂટ બાદ શરૂ કરશે 'વીર દી વેડિંગ':
એડ શૂટ કર્યાં બાદ કરિના કપૂર એક્ટ્રેસ સોનમ કપૂર સાથેની ફિલ્મ 'વીર દી વેડિંગ'નું ઓગસ્ટ મહિનામાં શૂટિંગ કરશે. આ ફિલ્મમાં કરિના કપૂર પ્રેગનન્ટ લેડીનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મના શૂટિંગ બાદ કરિના કપૂર સપ્ટેમ્બર મહિનામાં મેટરનિટી લીવ પર જશે. કરિના ડિસેમ્બરમાં પ્રથમ સંતાનને જન્મ આપશે.
આમિર ખાને આપી ટિપ્સઃ
કરિના કપૂર મહેબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી. તેની બાજુના જ ફ્લોર પર આમિર ખાન પણ શૂટિંગ કરી રહ્યો હતો. જ્યારે આમિરને ખ્યાલ આવ્યો કે કરિના તેની બાજુમાં છે, તે એક્ટર કરિનાને મળવા ગયો હતો. આમિરે કરિના સાથે લંચ લીધું હતું. આટલું જ નહીં પ્રેગનન્ટ કરિનાને હેલ્થ ટિપ્સ આપી હતી. આમિરે સૌ પહેલાં કરિનાને કૉફી પીવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મહેબૂબ સ્ટુડિયોમાં કરિના તથા આમિરની ખાસ તસવીરો...)