Official! સુશાંત સિંહ-ક્રિતિ સેનન છે Relationshipમાં , ટૂંક સમયમાં કરશે જાહેરાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેના છ વર્ષનાં સંબંધોનો થોડાં સમય પહેલાં જ અંત આવ્યો હતો. ત્યારબાદ સુશાંતનું નામ ક્રિતિ સેનન સાથે જોડાયું હતું. જોકે, અત્યાર સુધી આ અંગે ચર્ચા જ થતી હતી પરંતુ એક જાણીતી એન્ટરટેઈન્મેન્ટ વેબસાઈટે દાવો કર્યો છે કે સુશાંત તથા ક્રિતિ રિલેશનશીપમાં છે અને ટૂંક સમયમાં જ પોતાના સંબંધો ઓફિશિયલી જાહેર કરશે.

'રાબ્તા' ફિલ્મમાં છે સાથેઃ
ક્રિતિ તથા સુશાંત ફિલ્મ 'રાબ્તા'માં સાથે કામ કરી રહ્યાં છે. છેલ્લાં અઢી મહિનાથી આ બંને બુડાપેસ્ટમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. અહીંયા બંને વચ્ચે ઘણી જ નિકટતા જોવા મળી હતી. સુશાંત-ક્રિતિનાં નિકટના મિત્રોના જણાવ્યા પ્રમાણે, બંને એક જ પ્લેટમાં સાથે જશે છે. બંને ટૂંક સમયમાં સોશ્યિલ મીડિયામાં પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત પણ કરવાના છે. અંકિતા સાથેના બ્રેક-અપ બાદ સુશાંતે ટ્વિટર છોડી દીધું છે. જોકે, હવે તે પાછો ટ્વિટર પર આવવાનો છે.

તાજેતરમાં જ અંકિતાએ પોસ્ટ કર્યો ઈમોશનલ મેસેજઃ

અંકિતાએ મેસેજમાં લખ્યું છે, ''કોઈ પણ સ્ત્રી, પુરૂષનાં પૈસા ઘણી જ સહજતાથી કાર રાઈડિંગ અને મેનુ ઓર્ડર કરીને ખર્ચ કરી શકે છે. જોકે, વાસ્તવમાં સ્ત્રી એ જ છે જે તેના લક્ષ્યને હાંસિલ કરવામાં તેની મદદ કરે. જ્યારે તે મુશ્કેલીમાં હોય કે તૂટી ગયો હોય ત્યારે તેને સપોર્ટ કરે. તેને હિંમત આપે કે તે જીવનમાં સફળતા મેળવી શકે છે. તેને સતત પ્રોત્સાહિત કરે અને તે જ્યારે પણ નિરાશ થાય તો તેને નજરઅંદાજ ના કરે.

થોડા સમય પહેલાં જ થયું સુશાંત-અંકિતાનું બ્રેકઅપઃ
- સુશાંતે અંકિતા લોખંડે સાથે પોતાના બ્રેકઅપની વાત જાહેર કરી હતી. તેણે ટ્વિટર પર લખ્યું હતું."ન તે શરાબી હતી, ન હું રંગીન મિજાજનો. દુખ છે કે લોકો અલગ થઇ જાય છે. આ સમયની વાત છે."
- એક રિપોર્ટ અનુસાર બન્નેના બ્રેકઅપનું કારણ પર્સનલથી વધારે પ્રોફેશનલ માનવામાં આવતું હતું. અંકિતા સુશાંત સાથે લગ્ન કરીને પરિવાર શરૂ કરવા માંગતી હતી. જોકે, સુશાંત હાલમાં લગ્ન કરવા માંગતો નહોતો.
- અંકિતાને એ વાતનું પણ દુઃખ હતું કે એક પ્રોડક્શન હાઉસ સાથે સુશાંતને સારા સંબંધો ના હોવાથી અંકિતાને ફિલ્મ મળી નહીં. સુશાંતે આ જ પ્રોડક્શન હાઉસ સાથે ડેબ્યૂ કર્યું હતું.
- સૂત્રોના મતે તે ફિલ્મ 'સુલ્તાન' હતી. સુશાંતે યશરાજ બેનરનો ત્રણ ફિલ્મ્સનો કોન્ટ્રાક્ટ વચ્ચે જ છોડ્યો હતો. જેનું નુકસાન અંકિતાએ ભોગવવું પડ્યું

છ વર્ષ રહ્યાં લિવ-ઈનમાં:
- અંકિતા તથા સુશાંત 2009માં ટીવી સીરિયલ 'પવિત્રા રિશ્તા'માં સાથે જોવા મળ્યાં હતાં. 2009માં શરૂ થયેલી આ સીરિયલ 2014માં ઓફ-એર થઈ હતી.
- 'પવિત્ર રિશ્તા'ના સેટ પર બન્ને નજીક આવ્યાં હતાં. છેલ્લાં છ વર્ષથી બંને લિવ-ઈનમાં રહેતાં હતાં. બ્રેક-અપ બાદ સુશાંતે ઘર છોડી દીધું હતું.

(આગળની સ્લાઇડ્સમાં જુઓ, સુશાંત અને ક્રિતિના અન્ય Photos...)
અન્ય સમાચારો પણ છે...