• Gujarati News
  • This SRK AbRam 'ooh La La' Video Might Be The Cutest Thing

સ્ટેડિયમમાં શાહરૂખ ખાને પુત્ર અબરામને 'ઉહ..લા...લા' પર કરાવ્યો ડાન્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વીડિયોઃ ડાન્સ કરતો અબરામ)
મુંબઈઃ શનિવાર(16 મે)ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જોકે, કેકેઆર આ મેચ હારી ગયું. શાહરૂખ ખાન પોતાના પુત્ર સાથે આ મેચ જોવા આવ્યો હતો. અબરામ ઘણો જ ક્યુટ છે અને તેથી જ તે જ્યાં પણ જાય છે, પિતાની જેમ છવાઈ જાય છે.

મેચ દરમિયાન શાહરૂખ ખાને પોતાના પુત્ર અબરામને 'ડર્ટી પિક્ચર'ના ગીત 'ઉહ લા લા' પર ડાન્સ કરાવ્યો હતો. બેકગ્રાઉન્ડમાં આ ગીત વાગતું હતું અને શાહરૂખે પોતાના ખોળામાં અબરામને ઉભો કરીને હાથ પકડીને ડાન્સ કરાવ્યો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કેકેઆરને ચિયર કરતો શાહરૂખ તથા અબરામ....)