તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારે સંજય દત્તનું કર્યું Welcome, બંને જાજીજા ક્યાંય ના મળ્યાં જોવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 25મી ફેબ્રુઆરીના રોજ પુનાની યરવડા જેલમાંથી છૂટેલાં સંજય દત્તને પરિવાર તથા મિત્રોએ શાનદાર રીતે વેલકમ કર્યું હતું. જોકે, આ સમયે તેના બંને જીજાજી ઓવેન રોનકોન તથા કુમાર ગૌરવ ક્યાંય જોવા મળ્યાં નહીં. આટલું જ નહીં સંજય દત્તની ભાણી સાંચી તથા તેના સાસરિયા પણ દેખાયા નહોતાં.

સંજયે પરિવારે આપી પ્રાથમિકતાઃ
જેલમાંથી છૂટ્યા પછી સંજય દત્તની એક ઝલક માટે ચાહકો બેતાબ હતાં પરંતુ એક્ટરે પરિવારને મહત્વ આપ્યું હતું. પુનામાં પત્ની માન્યતાને મળ્યાં બાદ એરપોર્ટ પર સંજયે બહેન પ્રિયા તથા પુત્રી ત્રિશાલાને ફોન કર્યો હતો. મુંબઈ આવીને સંજય સીધો સિદ્ધિવિનાયક ગયો હતો અને ત્યાંથી માતાની કબર પર ફૂલ ચઢાવ્યાં હતાં.

પત્રકાર પરિષદમાં જોવા મળ્યો બાળકો પ્રત્યે પ્રેમઃ
ઘર ગયા બાદ સંજયે પિતાની તસવીરની પૂજા કરી હતી. પત્રકાર પરિષદમાં સંજયનો સંતાનો શાહરાન તથા ઈકરા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સંજયની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...