સલમાનના ડોગી સેન્ટનું અવસાન થતાં અભિનેતા દુઃખી, ફાર્મ હાઉસમાં દાટ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ મૃત સેન્ટ અને ઈન્સેટમાં સલમાન)
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન દિલનો ઘણો જ દયાળું છે અને તેની આ વાત અવાર-નવાર દેખાઈ આવતી હોય છે. સલમાન ખાનને તેના બંને(વીર અને સેન્ટ) કૂતરા ઘણાં જ પ્રિય હતાં. સલમાન ખાને એક ડોગી વીર માર્ચ મહિનામાં મૃત્યુ પામ્યો હતો. ત્યારે સલમાને વીરના ફોટો ટ્વિટ કર્યા હતાં.

હવે, સલમાનનો બીજો ડોગી સેન્ટ પણ મૃત્યુ પામ્યો છે. સેન્ટ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતો અને 22મી મેના રોજ મરી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કર્યા બાદ સલમાન ઘરે આવ્યો હતો અને તેણે પોતાના પનવેલ ફાર્મહાઉસ ખાતે સેન્ટને દાટ્યો હતો. પોતના કૂતરના અવાસનથી તે ઘણો જ દુઃખી થઈ ગયો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાનના વીર-સેન્ટની તસવીરો...)