તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાન ખાને ચાહકનો ફોન જમીન પર પછાડી-પછાડીને તોડી નાખ્યો...!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ સલમાન ખાનના મૂડી સ્વભાવની જાણ ચાહકોને હોય જ છે. સલમાન ક્યારે શું કરશે, તે કોઈને ખબર હોતી નથી. ઘણીવાર તો સલમાનને પોતાને ખબર નથી હોતી કે તે બીજી સેકન્ડે શું કરશે. હાલમાં જ સલમાન ખાને ચાહકનો ફોન પછાડી-પછાડીને તોડી નાખ્યો હતો.

એવોર્ડ શોમાં રહ્યો હતો હાજરઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક એવોર્ડ ફંક્શનમાં સલમાન ખાન પોતાના નિકટના ફ્રેન્ડ્સ સાથે જોવા મળ્યો હતો. આ સમયે એક ચાહક સલમાનની નિકટ આવીને કહેવા લાગ્યો કે તેની પાસે અનબ્રેકેબલ ફોન છે. સલમાને આ વાત ઈગ્નોર કરી હતી અને તે ફ્રેન્ડ્સ સાથે વાત કરવામાં વ્યસ્ત હતો. જોકે, ચાહક વારંવાર પોતાના અનબ્રેકેબલ ફોન અંગે કહેતો હતો. 

સલમાને ફોન લઈને પછાડ્યોઃ
સલમાન ખાને કંટાળીને ચાહકના હાથમાંથી ફોન લઈને જમીન પર ફેંકી દીધો હતો. જોકે, ફોન તૂટ્યો નહીં. સલમાને ફરીવાર ફેંક્યો પણ ફોનને કઈ ના થયું. જોકે, સલમાનને ફોન ફેંકતા જોઈને ભીડ જમા થઈ ગઈ હતી. ભીડ સલમાનને ફોન તોડવા માટે ચિઅર કરવા લાગી હતી. અનેક પ્રયાસો બાદ અંતે સલમાન ખાને ફોન તોડી નાખ્યો હતો.

ચાહકને આપ્યા ફોનના ટૂકડાઃ
સલમાને ફોનના ટૂકડા ભેગા કરીને ચાહકને આપ્યાં અને કહ્યું હતું કે અનબ્રેકેબલ ફોન? ત્યાં હાજર રહેલા તમામ લોકો હસી પડ્યાં હતાં.

આ ફિલ્મમાં બિઝીઃ
સલમાન ખાન હાલમાં અબુ ધાબીમાં ફિલ્મ 'ટાઈગર જિંદા હૈં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ છે. 

(જુઓ, સલમાન ખાનની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...