કરાટેમાં આ યુવતીએ અક્કીને ગણાવ્યા દિવસે તારા, આમ આપી ધોબી પછાડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પોતાની ફિટનેસ માટે જાણીતો છે. અક્કી કરાટે તથા માર્શલ આર્ટ્સમાં ચેમ્પિયન છે. જોકે, હાલમાં જ અક્કીને કરાટેમાં એક યુવતીએ ધોબીપછાળ આપી હતી. 

અક્કીને જોઈ રડવા લાગી યુવતીઃ
- અક્ષય કુમાર, તાપસી પન્નુ તથા મનોજ બાજપાઈ ફિલ્મ 'નામ શબાના'ના પ્રમોશન માટે દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજ ગયા હતાં. 
- ગાર્ગી કોલેજમાં અક્કીએ ડિફેન્સ શીખવવા માટે સ્ટેજ પર એક યુવતીને બોલાવી હતી.
- આ યુવતી પહેલેથી જ કરાટેમાં માસ્ટર હતી અને તેણે અક્ષય કુમારને સેલ્ફ ડિફેન્સમાં હરાવી દીધો હતો. 

અક્કીએ વીડિયો કર્યો શૅરઃ
- અક્ષયે આ વીડિયો સોશ્યિલ મીડિયામાં શૅર કર્યો હતો અને કહ્યું હતું કે 'ગર્લ પાવર દરેક જગ્યાએ'
- કોલેજમાં યુવતીઓ અક્ષયને લઈ ઘણી જ ઉત્સાહિત હતી. ઘણી યુવતીઓએ અક્ષય સાથે સેલ્ફી લીધી તો કેટલાંક કરાટે ટિપ્સ લીધી હતી.
- આ સમયે એક ફૅન ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી. યુવતીને રડતી જોઈ અક્ષય તેને પોતાની પાસે બોલાવી હતી અને ગળે લગાવીને ચૂપ કરાવી હતી.

'બેબી'ની સ્પિન ઓફ છે 'નામ શબાના'
- 2015માં આવેલી ફિલ્મ 'બેબી'ની સ્પિન ઓફ 'નામ શબાના' છે અને આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તાપસી પન્નુ છે. 
- અક્કી આ ફિલ્મમાં કેમિયો કરશે અને તેનું નામ અજય સિંહ રાજપૂત છે.
- ફિલ્મમાં મનોજ બાજપેઈ, અનુપમ ખેર, મધુરિમા તુલી તથા ડેની ડેંગઝેપ્પા છે.
- આ ફિલ્મ 31 માર્ચના રોજ રીલિઝ થશે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ગાર્ગી કોલેજમાં અક્કી-તાપસી....)
અન્ય સમાચારો પણ છે...