તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ કારણે શાહિદ સાથે લગ્ન કરવા તૈયાર નહોતી મીરા, મોટી બહેને કરી રાજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તાજેતરમાં(7 સપ્ટેમ્બર) જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. મીરા અને શાહિદે જુલાઇ,2015માં એરેન્જ મેરેજ કર્યા હતાં. જોકે, એક સમય એવો પણ હતો કે મીરા આ લગ્ન માટે તૈયાર ન હતી. તેનું કારણ એ હતું કે તેની અને શાહિદની ઉંમરમાં ઘણો તફાવત હતો. મીડિયા રિપોર્ટ અનુસાર શાહિદ 34 વર્ષનો છે જ્યારે મીરા હજુ 21 વર્ષની જ છે. આથી કહી શકાય કે મીરા શાહિદથી 13 વર્ષ નાની છે.
મોટી બહેને કરી હતી રાજી
એવું માનવામાં આવે છે કે મીરાને તેની મોટી બહેને શાહિદ સાથે લગ્ન કરવા માટે રાજી કરી હતી. જોકે, આ દરમિયાન શાહિદ પણ પોતાની તરફથી કોશિશ કરતો હતો. મોટી બહેન અને શાહિદની મહેનત રંગ લાવી હતી અને આખરે મીરા લગ્ન માટે રાજી થઇ હતી. નોંધનીય છે કે મીરા-શાહિદ તાજેતરમાં જ એક દીકરીના પેરેન્ટ્સ બન્યા છે.
મીરાએ લગ્ન માટે રાખી હતી આ શરત
એક ઇન્ટરવ્યુમાં શાહિદે ખુલાસો કર્યો હતો કે મીરાએ લગ્ન પહેલા તેની આગળ એક શરત રાખી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તે પહેલાની જેમ જ પોતાના વાળ રાખે તો તેની સાથે લગ્ન કરશે. હકીકતમાં બન્નેની પહેલી મુલાકાત ફિલ્મ 'ઉડતા પંજાબ'ના શૂટિંગ દરમિયાન થઇ હતી. જેમાં શાહિદના વાળ વધેલા હતાં. ઉપરાંત શાહિદ કપૂરે મીરાને પ્રોમિસ કર્યું કે જ્યારે તેમના લગ્ન થશે ત્યારે શાહિદના વાળનો કલર નોર્મલ જ હશે.
જ્યારે શાહિદને પહેલીવાર જોઇને ડરી ગયા હતા તેના સસરા
-શાહિદના જણાવ્યું હતું કે હું અને મીરા ક્યારેય ડેટ પર ગયા નહોતા. અમે બસ ત્રણ ચાર વાર મળ્યા અને લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. જ્યારે હું મીરાને પહેલીવાર મળ્યો ત્યારે હું 'ઉડતા પંજાબ'ના શૂટિંગમાં વ્યસ્ત હતો.
-મને યાદ છે કે જ્યારે હું મીરાના ઘરે તેના દિલ્હી સ્થિત ફાર્મહાઉસમાં મળવા માટે ગયો ત્યારે હું ટોમી જ્હોન(વધેલા વાળ, પોનીટેલ વિયર્ડ શૂઝ, ટેટૂઝ)માં હતો. જેવું મીરાના પાપાએ મારૂ વેલકમ કરવા માટે દરવાજો ખોલ્યો કે તે મારો લૂક જોઇને ડરી ગયા અને કહ્યું હતું કે,"હે ભગવાન! શું મારી દીકરી તારી સાથે લગ્ન કરશે? મીરા માટે આ ખૂબ એડવેન્ચરસ હતું કે તેણે જેને લગ્ન માટે હા કરી છે તેનો લૂક કોઇ ટોમી જેવો જ હતો."
જ્યારે મીરાએ કહ્યું-'ટોમી' માણસનું નહીં કૂતરાનું નામ છે
શાહિદના જણાવ્યાનુસાર જ્યારે મેં મીરાને કહ્યું હતું કે,'હું મારા વાળને કલર કરવા જઇ રહ્યો છું' ત્યારબાદ તો તેનો ચહેરો જોવાલાયક હતો. જ્યારે મેં મીરાને કહ્યું કે હું ફિલ્મમાં 'ટોમી' નામનું કેરેક્ટર કરવાનો છું તો તેણે કહ્યું હતું કે-આ કોઇ માણસનું નહીં પરંતુ કૂતરાનું નામ છે.
શાહિદને 'શાદૂ' કહે છે મીરા
-એક ચર્ચા અનુસાર મીરા શાહિદ કપૂરને ડાયરેક્ટ નામથી નથી બોલાવતી. એ તેને 'શાદૂ' કહીને બોલાવે છે. મીરાને મ્યૂઝિક સાંભળવું ખૂબ પસંદ છે અને તે બોલિવૂડ સિંગર્સ ઉપરાંત અવરિલ લાવિંગે,બિયોન્સ અને ડેમી લોવાટો સહિત અનેક વિદેશી સિંગર્સની ફેન છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, મીરા રાજપૂત અને શાહિદ કપૂરના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો