\'બાબુ ભૈયા\'ના ફની ડાયલોગ્સ: \'અરે બાબા રોંગ નંબર હૈ તો ઉઠાતી કાઇકો હૈ રે\'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: બોલિવૂડમાં 'બાબુ ભૈયા'ના નામથી જાણીતા એક્ટર અને પોલિટિશિયન પરેશ રાવલ 65 વર્ષના થઇ ગયા છે. 30 મે, 1950ના રોજ તેમનો જન્મ મુંબઇમાં થયો હતો. પરેશે 1984માં ફિલ્મ 'હોલી' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અત્યાર સુધી તે 200થી વધારે ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યાં છે.
ક્યારેક વિલન તો ક્યારેક કોમેડિયન બન્યા પરેશ
પડદા પર તેઓ ક્યારેક ખૂંખાર વિલનના રૂપમાં તો ક્યારેક કોમિક અંદાજમાં જોવા મળ્યા. તેઓ 'ચાચી 420', 'હેરાફેરી', 'ફિર હેરાફેરી', 'દિવાને હુએ પાગલ', 'ભુલભુલૈયા', 'માલામાલ વીકલી', 'ભાગમભાગ', 'ઓ માય ગોડ' જેવી ફિલ્મ્સમાં જોવા મળ્યા.
દર્શકોને પસંદ પડ્યો પરેશનો દરેક અંદાજ
પરેશ રાવલે ગેટ-અપથી લઇને સંવાદો દ્વારા દર્શકોના દિલ પર રાજ કર્યું. ફિલ્મ્સમાં પરેશના ઘણા ડાયલોગ્સ એવા છે, જે આજે પણ દર્શકોની જીભે છે.
આજે આપણે જોઇશું પરેશ રાવલના કેટલાક ફની ડાયલોગ્સ...