તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'બાર બાર દેખો'માં કેટે કર્યો પ્રેગ્નન્ટ Womanનો રોલ, પરફેક્શન માટે વધાર્યું વજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચને 'ગુરૂ'માં પ્રેગ્નન્ટ મહિલાનો રોલ કર્યો હતો. જ્યારે 'કહાની'માં વિદ્યા પણ પ્રેગ્નન્ટ લેડીના રોલમાં જોવા મળી હતી. આ યાદીમાં હવે કેટરિના કૈફનું નામ પણ જોડાઈ ગયું છે. કેટ પહેલીવાર કરી રહી છે પ્રેગ્નન્ટ મહિલાનો રોલ
કેટરિના પહેલીવાર ફિલ્મમાં પ્રેગ્નન્ટ મહિલાની ભૂમિકા કરી રહી છે.તે આ શુક્રવારે(9 સપ્ટેમ્બર) રીલિઝ થઈ રહેલી નિત્યા મહેરા નિર્દેશિત 'બાર બાર દેખો'માં ગર્ભવતી મહિલાના પાત્રમાં જોવા મળશે.
ચહેરો ઉપસેલો અને હેલ્ધી બોડી દેખાડવા કરી મહેનત
જાણવા મળ્યું છે કે, તે ફિલ્મમાં ખૂબ જ ઓછા સમય માટે પ્રેગ્નન્ટ મહિલા તરીકે જોવા મળશે. જોકે રસપ્રદ વાત તો એ છે કે, કેટરિનાએ સ્ક્રિન પર પ્રેગ્નન્ટ લાગવા માટે ખૂબ મહેનત પણ કરી છે. આ અંગે વાત કરતા ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી(ડીઓપી), રવિ કે ચંદ્રને જણાવ્યું કે, ''કેટરિના કૈફે આ સીનને પરફેક્ટ બનાવવા માટે વજન વધાર્યું અને તેણે ચહેરો પણ થોડો ઉપસેલો અને હેલ્ધી લાગતું બોડી બનાવ્યું. એક પ્રેગ્નન્ટ મહિલા અને ત્યાર બાદ બાળકને જન્મ આપવા વચ્ચેનો તફાવત ઉડીને આંખે વળગે એવો થઈ ગયો.''. કેટરિનાને 'કાલા ચશ્મા'માં એબ્સમાં જોનારા દર્શકો તેની સાથે સાથે ઓવરવેઈટ કેટને જોઈ આશ્ચર્યમાં પડી જશે.
તૈયાર કર્યા ટાઈમ ટ્રાવેલ લુક
ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરિના કૈફ અલગ અલગ ટાઈમ ઝોનમાંથી પસાર થતા જોવા મળે છે. આમ ડીઓપી રવિ કે ચંદ્રને કહ્યું કે, ટાઈમ ટ્રાવેલ લુક માટે પ્રાઈમ ફોકસ સાથે મળીને ઘણી બધી ડિજિટલ ઈન્ટરમીડિયેટ(DI)પ્રોસેસ કરવી પડી હતી. ટાઈમ ટ્રાવેલ સાથે લીડ એક્ટર્સ નાનીથી લઈ મોટી ઉંમરમાં પસાર થયા હતા. માત્ર એટલું જ નહીં, સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના 46 વર્ષના લુકમાં ફિમેલ ફેન્સનું પણ ધ્યાન ખેંચ્યું છે.
પ્રોસ્થેટિક અને મેકઅપ માટે લાગતા ચાર કલાક
આ લુકને લઈ મેકઅપ અંગે વાત કરતા રવિ કે ચંદ્રન કહે છે''બન્નેના પ્રોસ્થેટિક અને મેકઅપ માટે લગભગ 4 કલાકનો સમય લાગતો હતો.''બન્ને સ્ટાર્સનું પ્રોસ્થેટિક ઓસ્કર વિનિંગ આર્ટિસ્ટ માર્ક હુલિયોએ કર્યું હતું.
કરણ જોહર, રિતેશ સિદ્ધવાણી અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરાન રોજ રીલિઝ થશે.
આગળની સ્લાઈડ્સમાં 'બાર બાર દેખો'માં કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લુક્સ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો