Divya Bhaskar

Home » Bollywood » Gossip » these bollywood celebs did not attend star screen award

આ કારણથી બોલિવૂડ સ્ટાર્સ નીતા અંબાણીના Antiliaમાં યોજાયેલ પાર્ટીમાં રહ્યાં હાજર

Divyabhaskar.com | Updated - Dec 05, 2017, 05:47 PM

રવિવાર રાત્રે (ચાર ડિસેમ્બર)ના રોજ મુંબઈના બાંદ્રાના એમએમઆરડી ગ્રાઉન્ડમાં સ્ટાર સ્ક્રિન એવોર્ડ્સનું આયોજન થયું હતું

  • these bollywood celebs did not attend star screen award

    મુંબઈઃ રવિવાર રાત્રે (ચાર ડિસેમ્બર)ના રોજ મુંબઈના બાંદ્રાના એમએમઆરડી ગ્રાઉન્ડમાં સ્ટાર સ્ક્રિન એવોર્ડ્સનું આયોજન થયું હતું. આ એવોર્ડ શોમાં અનેક બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતાં. જોકે, એમાંથી ઘણાં એવા સેલેબ્સ હતાં, જે સ્ટાર એવોર્ડને બદલે મુકેશ-નીતા અંબાણીની પાર્ટીમાં જવાનું પસંદ કર્યું હતું.


    આ કારણે આપી હતી ગ્રાન્ડ પાર્ટીઃ
    જે સમયે બાંદ્રામાં સ્ટાર સ્ક્રિન એવોર્ડ્સ ચાલતો હતો એ જ સમયે પેડર રોડ પર ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટેલિયામાં લંડનના મેયર સાદિક ખાનના સ્વાગતમાં ગ્રાન્ડ પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં સ્ટાર્સ હાજર રહે તે જરૂરી પણ હતું. પાર્ટીમાં અમિતાભ બચ્ચન, કરન જોહર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્વેતા બચ્ચન, બોની કપૂર, શ્રીદેવી, ફરાહ ખાન જેવા સેલેબ્સ આવ્યા હતાં. આ સેલેબ્સ સ્ટાર સ્ક્રિન એવોર્ડમાં આવ્યા નહોતાં. જોકે, નેહા ધૂપિયા એવોર્ડ્સ શો પતાવીને તરત જ મુકેશ અંબાણીની પાર્ટીમાં હાજરી આપી હતી.


    અતિથિ દેવો ભવઃ
    એવોર્ડ ફંક્શન તથા ઉદ્યોપતિની સ્પેશ્યિલ પાર્ટીને જોતા એક વાત તો કન્ફર્મ થઈ ગઈ હતી કે ભારતમાં આજે પણ અતિથિ દેવો ભવઃને પૂરા દિલથી માનવામાં આવે છે. પછી તેના બદલે વ્યક્તિના અંગત કામ પણ કેમ બાકી ના રહી જાય. મહેમાનોને સૌ પહેલાં મહત્વ આપવામાં આવે છે.


    આ સ્ટાર્સે આપ્યું પર્ફોમન્સઃ
    સલમાન ખાન, વરૂણ ધવન, તાપસી પન્નુ તથા ટાઈગર શ્રોફ જેવા સ્ટાર્સે એવોર્ડ શોમાં જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું હતું.


    (જુઓ, અંબાણીની પાર્ટીની ખાસ તસવીરો....)

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending