મુંબઈઃ અર્જુન રામપાલ અને પત્ની મેહર જેસિયા વચ્ચે અંતર વધી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે આ કપલ દીકરીઓ માયરા અને મહિકા સાથે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્લિક થયું હતું. તસવીરો જોઈને લાગે છે કે, કથિત રીતે અલગ પડેલા આ કપલ વચ્ચે કોઈ અણબનાવ નથી. આમ આ ફોટોઝથી બન્નેના અલગાવની વાતનો છેદ ઉડી ગયો છે.
જેકલીનથી લઈ શિલ્પા થયા ક્લિક
અર્જુન રામપાલના ફેમિલી સિવાય જેકલીન ફર્નાન્ડીઝ, વરૂણ ધવન, દીકરા અને પતિ સાથે શિલ્પા શેટ્ટી અને ફરહાન અખ્તર સહિતના સેલેબ્સ ક્લિક થયા હતા.
અર્જુન રામપાલ 'રોકઓન 2'ના શૂટિંગમાં વ્યસ્ત
હાલ અર્જુન રામપાલ તેની આગામી ફિલ્મ 'રોકઓન 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન શુજાત સૌદાગર કરી રહ્યા છે. ફિલ્મમાં અર્જુન સિવાય શ્રદ્ધા કપૂર, પ્રાચી દેસાઈ અને ફરહાન અખ્તર પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે. તેમજ અર્જુન 'ડેડી'માં અરૂણ ગવળીનો રોલ કરી રહ્યો છે, જ્યારે સુજોય ઘોષની 'કહાની 2'માં વિદ્યા બાલન સાથે જોવા મળશે.
આગળની સ્લાઈડ્સમાં મુંબઈ એરપોર્ટ પર ફેમિલી સાથે જોવા મળેલો અર્જુન રામપાલ અને બોલિવૂડ સેલેબ્સ