વિરાટ સાથે લગ્ન કરવા ઈટાલી જવા નીકળી અનુષ્કા, ફેમિલી અને મહારાજ હતા સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના લગ્નને લઈ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ પ્રેમી પંખીડા 9,10,11 કે 12 ડિસેમ્બરના રોજ ઈટાલીમાં લગ્ન કરવા જઈ રહ્યા હોવાના મીડિયા રિપોર્ટ્સ આવી ચૂક્યા છે. શરૂઆતમાં આ અહેવાલોને માત્ર અટકળો ગણવામાં આવી હતી. જોકે હાલ જે રીતે હલચલ જોવા મળી રહી છે, તે જોતા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

 

સામાન અને ફેમિલી સાથે ઈટાલી જવા નીકળી અનુષ્કા

7 ડિસેમ્બરની રાત્રે અનુષ્કા શર્મા ફેમિલી તથા પોતાના અધ્યાત્મિક ગુરૂ સાથે ઈટાલી જવા માટે નીકળી હતી. આ દરમિયાન અનુષ્કા એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં તેણીએ લગ્નના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. અનુષ્કાના ફેમિલીમાંથી તેના માતા-પિતા અને ભાઈ પણ સાથે જોવા મળ્યા હતા. માત્ર એટલું જ નહીં, તેમની સાથે સામાન ભરેલી એક મોટી બેગ પણ હતી.

 

મીડિયાને જોતા જ અનુષ્કાએ બદલ્યો ગેટ

અનુષ્કાનું ફેમિલી લગભગ રાતના 11.30 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું હતું. જ્યારે અનુષ્કા રાતના 12.30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી હતી. ગેટ નંબર 1 પર મીડિયાને જોતા જ તેણીએ ડ્રાઈવરને ગેટ નંબર 8 પર કાર લેવા માટે કહ્યું હતું. જ્યાં તે કારમાંથી ઉતરીને અંદર ચાલી ગઈ હતી.જ્યાં તેણીએ જોઈને બેસેલા મીડિયાને પણ જવાબો આપ્યા નહોતા.

 

હરિદ્વાર આશ્રમના મહારાજ પણ હતા સાથે

આ સમયે તેમની સાથે હરીદ્વારના અનંતધામ આત્મબોધ આશ્રમના મહારાજ પણ જોવા મળ્યા હતા. ગત વર્ષે વિરાટ અને અનુષ્કા પોતાની ઉત્તરાખંડ ટ્રિપ દરમિયાન આ જ ગુરૂના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અનુષ્કાનું ફેમિલી આ મહારાજને ગુરૂ માને છે. આમ આ સાથે જ વિરાટ અને અનુષ્કાના લગ્નની વાતો હવે અટકળો નહીં પણ સાચી પડવા જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

 

સૂત્રો મુજબ, વિરાટ દિલ્હીથી ફેમિલી તથા તેનો બાળપણનો એક મિત્ર અને ક્રિકેટ કોચ સાથે ઈટાલી જવા નીકળવાનો છે. આ લગ્ન 12 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે 9 ડિસેમ્બરથી લગ્નની વિવિધ રસમો શરૂ થઈ જશે.

 

આગળ જુઓ ઈટાલી જવા નીકળેલી અનુષ્કા, ફેમિલી અને તેના મહારાજના વધુ ફોટોઝ

 

અન્ય સમાચારો પણ છે...