• Gujarati News
  • Actress Anushka Sharma Getting Abdul Kalam\'s Name Wrong

અનુષ્કાએ અબ્દુલ કલામ પર કર્યું ખોટું ટ્વિટ, ત્રણવાર સુધારી ભુલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર:અનુષ્કા શર્મા અને ઈન્સેટમાં ખોટું ટ્વિટ)
મુંબઈ:સોશિયલ મીડિયા પર ઉતાવળા અભિપ્રાયો, શુભ કામનાઓ અને શોક વ્યક્ત કરવાની એક ફેશન છે.આ ફેશનમાંથી બોલિવૂડ પણ બાકાત નથી અને ફિલ્મ સ્ટાર્સે અનેકવાર છબરડાઓ માર્યા હોવાના અનેક દાખલાઓ પણ છે.આ યાદીમાં હવે અનુષ્કા શર્માનું નામ પણ સામેલ થઈ ગયું છે.
27 જુલાઈની રાત્રે મિસાઈલમેન એપીજે(અાવુલ પાકિર જૈનુલાબદ્દીન)અબ્દુલ કલામનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા હતાં.ત્યાર બાદ સૌ કોઈએ ટ્વિટર પર શોક વ્યક્ત કરવા લાગ્યા હતાં.
પહેલા ટ્વિટમાં લખ્યું ABJ Kalam Azad
અનુષ્કા શર્માએ પણ સૌ કોઈની જેમ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું પણ તેમાં જ તે એક ભુલ કરી બેઠી.તેમણે ટ્વિટમાં લખ્યું કે'Very sad to hear about the passing of ABJ Kalam Azad.Loss of an inspiring visionary and a wonderful soul .May his soul RIP.
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન ડૉ.અબ્દુલ કલામનું નામ જ ન આવડતું હોય તે શરમજનક બાબત છે.તેનું આ ટ્વિટ જોઈને એકવાત સ્પષ્ટ થઈ કે તેને તેનું નામ પણ આવડતું ન હતું.
બીજામાં લખ્યું APJ Kalam Azad
ત્યાર બાદ ટ્વિટર પર અનુષ્કાની ટીકાઓ થવા લાગતા તેમણે ટ્વિટ ડીલીટ કરીને ફરી ટ્વિટ કરી ‘APJ Kalam Azad’ લખી શ્રદ્ધાંજલિ આપી. આ નામ પણ ખોટું હતું.
ત્રીજીવાર કર્યું સાચું ટ્વિટ
આ ટ્વિટથી ટીકાનો ભોગ બનતા અંતે સાચું ટ્વિટ કરી લખ્યું કે,'Very sad to hear about the passing of APJ Abdul Kalam . Loss of an inspiring visionary and a wonderful soul .May his soul RIP'.
આગળની સ્લાઈડ્સમાં અનુષ્કાએ કરેલા બીજા ખોટા અને ત્રીજા સાચા ટ્વિટ અને ટ્વિટર યુઝર્સે કરેટી ટીકાની તસવીરો