તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિતિ અને Ex-Boyfriend સુશાંત પર ભડકી અંકિતા, આપ્યો સણસણતો જવાબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતિ સેનન વચ્ચે અફેયરના ન્યૂઝ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે. એવું પણ કહેવામાં આવ્યું કે ક્રિતિને કારણે સુશાંત અને અંકિતા લોખંડેનું બ્રેકઅપ થયું. જોકે થોડા દિવસ પહેલા ક્રિતિએ આ પ્રકારના ન્યૂઝને નકારતાં ટ્વિટ કર્યું હતું કે,"બસ હવે બહુ થયું.. અમે બન્ને એકબીજાને કો-સ્ટાર્સની જેમ જ પસંદ કરીએ છીએ. આવી પાયા વગરની અને મનઘડંત વાતોમાં કોઇ સચ્ચાઇ નથી."
અંકિતાએ આવી રીતે આપ્યો ક્રિતિ-સુશાંતને જવાબ
-સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ ક્રિતિને જવાબ આપતા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટો સાથે અંકિતાએ લખ્યું છે કે,"પોતાની સ્માઇલનો ઉપયોગ દુનિયા બદલવા માટે કરો. દુનિયાને ક્યારેય પણ પોતાની સ્માઇલ બદલવાનો મોકો ન આપો."
-આ મેસેજ સાથે અંકિતાએ વધુ એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેણે લખ્યું, "A picture is worth a thousand words,but the memories are priceless……Thanku #unforgettable nite”
'રાબતા'ના સેટ પર નજીક આવ્યું હતું આ કપલ
-તાજેતરમાં જ સુશાંત અને ક્રિતિ સેનને ડિરેક્ટર દિનેશ વિજનની ફિલ્મ 'રાબતા'નું શૂટિંગ પૂરૂં કર્યું છે. મીડિયામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના સેટ પર બન્ને ખૂબ નજીક આવ્યા હતાં.
-બન્નેના સોશ્યિલ મીડિયા પર આવેલા ફોટોઝ જોઇને લાગતું હતું કે સુશાંત અને ક્રિતિ બોલિવૂડના નવા કપલ બન્યા છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, અંકિતા દ્વારા પોસ્ટ કરેલો ફોટો અને મેસેજ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો