Divya Bhaskar

Home » Bollywood » Gossip » Amitabh Bachchan Unknown Facts About His Film Black

આ ફિલ્મ માટે અમિતાભે નહોતી લીધી ફી, બે-બે વખત કર્યુ હતુ શૂટિંગ

Divyabhaskar.com | Updated - Oct 10, 2017, 08:27 PM

કહેવાય છે કે હિંમત અને પસંદનું કામ હોય તો વ્યકિત કઈં પણ કરવા માટે તૈયાર થઈ જાય છે.

  • Amitabh Bachchan Unknown Facts About His Film Black
    મુંબઈ : કહેવાય છે કે હિંમત અને પસંદનું કામ હોય તો વ્યકિત કઈં પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન માટે પણ કઈંક એવું જ છે. તેઓ દરેક કામ પોતાની ઈમાનદારીની સાથે કરે છે અને તે કામ આપો આપ મુલ્યવાન થઈ જાય છે.
    કઈંક આવો જ કિસ્સો થયો હતો 13 વર્ષ પહેલા જ્યારે સંજય લીલા ભણશાલી તેમની પાસે એક ફિલ્મ લઈને આવ્યા હતા. આમ તો અમિતાભ ખૂબ જ વ્યસ્ત હતા પરંતુ ભણશાલીનુ નામ સાંભળ જ તેમને મળવા માટે તૈયાર થઈ ગયા હતા. અમિતાભ ભણશાલીનું કામ જોઈ ચૂક્યા હતા અને જાણતા હતા કે જો તે મળવા આવ્યા છે તો કોઈ ખાસ વાત હશે.
    પોતે વાંચી પટકથા
    ભણશાલી ત્યારે પોતાની ફિલ્મ ‘બ્લેક’ માટે અમિતાભ સાથે વાત કરવા માટે આવ્યા હતા. અમિતાભે આ પ્રકારનો રોલ ક્યારેય નહોતો કર્યો, પરંતુ તે જાણતા હતા કે ભણશાલી તેમની પાસેથી મનપસંદ કામ કરાવી શકે છે.અમિતાભે સ્ક્રિપ્ટ વાંચીને સાંભળવા માટે કહ્યું તો ભણશાલી બોલ્યા કે હું એક ખરાબ નેરેટર છુ. હું તમને ફિલમની પટકથા સંભળાવીશ થો તમારો ઈન્ટરેસ્ટ નહીં આવે. સારુ એ જ છે કે તમે પોતે તેને વાંચીલો. એટલું કહીં ને તે જતા રહ્યાં હતા. અમિતાભને ભણશાલીનો આ અંદાજ પસંદ આવ્યો અને તેમણે તેજ સમયે વાર્તા વાચીને ફિલ્મ માટે હાં કરી દીધી હતી.
    એક પૈસા પણ ફી નહોતી લીધી
    અમિતાભે વાર્તા એટલી પસંદ આવી કે તેમણે ભણશાલીને કહીં દીધુ કે તમે મારી ફી અંગે ચિંતા ના કરો, હું ફી નહીં લઉ. પછી અમિતાભે કહ્યું કે આટલી ફિલ્મનો ભાગ હોવું એ જ મારી માટે બસ છે. મે એ જ કર્યું જે એક એક્ટરે કરવું જોઈએ.
    જ્યારે સેટ પર લાગી આગ
    એક સમય એવો પણ આવ્યો જ્યારે ભણશાલીની ફિલ્મ બ્લેકના સેટ પર આગ લાગી ગઈ હતી. લાખોનો સામન બળીને ખાક થઈ ગયો અને શૂટિંગને પણ ઘણુ નુકસાન થયુ હતુ. સૌથી મોટુ નુક્શાન તો તે થયું કે શુટિંગ કરેલા રીલ બળી ગયા હતા.
    ભણશાલી અમિતાભ જેવા મોટા સ્ટારને ફરીથી શૂટિંગ માટે સંકોચ અનુભવી રહ્યા હતા. ત્યારે અમિતાભ રાની મુખર્જીને સાથે લઈને ભણશાલીના ઘરે ગયા હતા જેટલી પણ વખત શટિંગ કરવુ પડે તમે કહો મને. જે પછી ફિલ્મના અનેક શૂટ રીશૂટ થયા અને અંતે ફિલ્મનું શૂટિંગ પુરુ થયુ હતુ.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending