તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

49 વર્ષનો થયો અક્કી, ફેમિલી સાથે આ રીતે પસાર કરે છે Quality Time

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો આજે 49મો બર્થ ડે છે. તેનો જન્મ 9 સપ્ટેમ્બર, 1967ના રોજ અમૃતસરમાં થયો હતો. તેણે એક્શન હિરો તરીકે બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી પરંતુ હવે દરેક પ્રકારની ફિલ્મ્સ કરી રહ્યો છે. અક્ષય બોલિવૂડના એવા એક્ટર્સમાંથી છે જે ફિલ્મ્સની સાથે સાથે પોતાની ફેમિલીને પણ ખાસ સમય આપે છે.

ફેમિલીને આપે છે પૂરતો સમય
-દર વર્ષે અક્કીની 3-4 ફિલ્મ્સ રીલિઝ થાય છે. આ વર્ષે તેની ત્રણ ફિલ્મ્સ 'એરલિફ્ટ', 'હાઉસફુલ-3' અને 'રૂસ્તમ' રીલિઝ થઇ ચૂકી છે. તે બિઝી હોવા છતા પણ ફેમિલીને પૂરતો સમય આપે છે.
-જોકે આંકડાઓ પર નજર કરવામાં આવે તો અક્ષય જે ઝડપથી અક્ષયની ફિલ્મ્સ ફ્લોર પર આવે છે તે જોઇને અંદાજો લગાવી શકાય છે કે તે બી-ટાઉનના સૌથી બિઝી એક્ટર્સમાંથી એક છે.
-ફિલ્મ્સ ઉપરાંત બ્રાંડ એન્ડોર્સમેન્ટની શૂટિંગમાં પણ તે બિઝી રહે છે. જોકે આટલી વ્યસ્તતા વચ્ચે પણ તે ફેમિલી સાથે સમય પસાર કરવાનું ભૂલતો નથી. બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને તે પત્ની ટ્વિંકલ, દીકરા આરવ અને દીકરી નિતારાને ક્યારેક શોપિંગ પર તો ક્યારેક બહાર જરૂર લઇ જાય છે.
ટ્વિંકલ માટે હંમેશા રહે છે ફ્રી
-અક્ષય-ટ્વિંકલના લગ્નને આશરે 16 વર્ષ થયા છે પરંતુ આજે પણ અક્કી ટ્વિંકલ માટે હંમેશા સમય ફાળવે છે. એવોર્ડ ફંક્શનથી લઇને પાર્ટી સુધી, અક્ષય-ટ્વિંકલની જોડી ક્વોલિટી ટાઇમ પસાર કરતી જોવા મળે છે. પોતાની સમગ્ર ફેમિલી સાથે અક્ષય લાંબી રજાઓ પર જવાનું પણ ભૂલતો નથી.
-થોડા સમય પહેલા આ કપલે મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં આ કપલની રોમાન્ટિક કેમેસ્ટ્રિ જોવા મળી હતી.
દીકરા આરવને આપે છે ક્વોલિટી ટાઇમ
અક્ષય એ પણ સમજે છે કે એક દીકરાને પોતાના પિતાની કેટલી જરૂરિયાત હોય છે. તે આરવ સાથે એક સારા દોસ્તની જેમ રિલેશન રાખે છે. તે અનેકવાર આરવ સાથે ફિલ્મ જોવા જાય છે. અક્ષય સ્પોર્ટ્સનો શોખીન છે અને આરવને હંમેશા કોઇને કોઇ સ્પોર્ટ્સ સાથે જોડાવાની સલાહ આપે છે. જ્યારે પણ સમય મળે છે તે બન્ને હંમેશા વોલિબોલ રમે છે.
અક્ષયની લાડલી છે નિતારા
અક્ષય કુમારની 4 વર્ષની દીકરી નિતારા તેની લાડલી છે. અક્ષય દીકરી નિતારાને ગોદમાં લઇને અનેકવાર જોવા મળ્યો છે. ગત દિવસોમાં મકર સંક્રાંતિના દિવસે અક્ષયે એક ખાસ ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તે દીકરી નિતારા સાથે પતંગ ઉડાવવાની મજા માણતો જોવા મળ્યો હતો. તાજેતરમાં જ અક્ષયે દીકરી નિતારા સાથે પ્લેનનો એક ફોટો પણ શૅર કર્યો છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, અક્ષય કેવી રીતે પસાર કરે છે ફેમિલી સાથે સમય...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો