તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોક્સ ઓફિસનું પર કોણ છે અસલી King?, ખિલાડી કુમાર અક્કી કે શાહરૂખ ખાન?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડમાં શાહરૂખ ખાનને બોલિવૂડ કિંગ કહેવામાં આવે છે. જોકે, હવે શાહરૂખ ખાનનું આ કિંગ ખાનનું બિરૂદ જોખમમાં મૂકાયું હોય તેમ લાગે છે. આ બિરૂદ હવે અક્ષય કુમારને આપવામાં આવે તો કોઈ જ અતિશયોક્તિ નથી. 


અક્કી પાસે છે આઠ ફિલ્મ્સઃ
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની પાસે આઠ ફિલ્મ્સ છે. અક્કીની પાસે 'પેડમેન', '2.0', 'ગોલ્ડ', 'જોલી એલએલબી 3', 'કેસરી', 'હાઉસફૂલ 4', 'મુગલ' તથા 'ક્રેક' જેવી ફિલ્મ્સ છે. 


શાહરૂખ પાસે એક જ ફિલ્મઃ
બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ પાસે માત્ર આનંદ એલ રાયની એક ફિલ્મ છે. જેમાં શાહરૂખે ટીંગુજીનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં કેટરિના તથા અનુષ્કા શર્મા છે. 


શાહરૂખની ફિલ્મ રહી છે ફ્લોપઃ
શાહરૂખની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' એ બોક્સ ઓફિસ પર નિરાશજનક દેખાવ કર્યો છે. 


અક્કીની ફિલ્મ્સે મચાવી ધૂમઃ
અક્કીની ફિલ્મ્સ 'ટોઈલેટ એકપ્રેમકથા', 'જોલી એલએલબી 2'એ 100 કરોડથી વધુ કમાણી કરી છે. અક્કીની ફિલ્મ્સ ઓછા બજેટમાં બનેલી હોય છે અને તે કમાણી વધુ કરે છે. નફાનું માર્જીન વધારે હોય છે. 


(વાંચો, 2018માં ક્યારે રીલિઝ થશે અક્કીની ફિલ્મ્સ....)

અન્ય સમાચારો પણ છે...