'દિલવાલે'માં શાહરૂખ અને કાજોલ સાથે જોવા મળશે અજય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: અજય દેવગણ અને શાહરૂખ ખાન)
મુંબઇ: સાંભળવા મળ્યું છે કે અજય દેવગણ ફિલ્મ 'દિલવાલે'માં ખાસ ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે. જોકે, તેના રોલ અંગે કોઇ ખુલાસો થયો નથી.
શું તે પત્ની કાજોલ સાથે કોઇ સીનમાં હશે? કે શાહરૂખ સાથે? અજય કહી ચૂક્યો છે કે શાહરૂખ તેનો સારો મિત્ર નથી, માત્ર વ્યવસાયી સાથી છે. ત્યાં જ કાજોલ-શાહરૂખ સારા મિત્રો છો.
હાલમાં જ બલ્ગેરિયામાં ફિલ્મના સેટ પર અજય પહોંચ્યો હતો. પછી શાહરૂખ સાથે ડિનર કરતી તેની તસવીર વાયરલ થઇ હતી. માનવામાં આવે છે કે, ડિરેક્ટર અને ખૂબ જ નિકટના મિત્ર રોહિતે તેને આ રોલ માટે રાજી કર્યો છે.

કહેવાય છે કે રોહિતને બલ્ગેરિયામાં શૂટિંગનો આઇડિયા પણ અજયે જ આપ્યો હતો, જે પોતાની ફિલ્મ 'શિવાય'નું શૂટિંગ કરવા માંગતો હતો.