તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્હાતી દ્રૌપદીને એક નજરે જોઈ ધર્મરાજે, ફિલ્મમાં ઉડી 'મહાભારત'ની મજાક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ તાજેતરમાં યુ-ટ્યુબ પર એક શોર્ટ ફિલ્મ 'MAMA'S BOYS' રીલિઝ થઈ છે. એક જાણીતા ડ્રીંક બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં 'મહાભારત'ની મજાક ઉડાવવામાં આવી છે. જેમાં નીના ગુપ્તા, અદિતી રાવ હૈદરી, અરૂણોદયસિંહ, અમાલ પારાશર, અક્ષય ઓબેરોય, જીમ સર્ભ, ટીના સિંહ, રજ્જાક ખાન અને ઈશા ચોપરાએ મહત્વપૂર્ણ રોલ કર્યા છે. શું છે ફિલ્મની સ્ટોરી
અર્જુન(અમોલ પારાશર)માછલીની આંખમાં ભેદીને દ્રૌપદી(અદિતી રાવ હૈદરી)ને જીતીને ઘરે પાછો ફર્યો છે. પરંતુ તેની માતા કુંતીએ(નીના ગુપ્તા)જોયા વિના જ આદેશ આપે છે, કે જે છે તે પાંચેય ભાઈઓ વચ્ચે વહેંચી લો. અર્જુન ખૂબ સમજાવવાનો પ્રયાસ કરે છે કે, દ્રૌપદી તેની પત્ની છે, તેને ભાઈઓમાં કેવી રીતે વહેંચી શકાય છે. પરંતુ કુંતી પોતાના આદેશ પર અડગ રહે છે. ત્યાર બાદ અર્જુન પોતાના ચારેય ભાઈઓ ધર્મરાજ યુદ્ધિષ્ઠીર(અક્ષય ઓબેરોય), ભીમ (અરૂણોદયસિંહ), નકુલ(વિવાન શાહ) અને સહદેવ(જીમ સર્ભ)ને સમજાવવાનો પ્રયાસ કરે છે.
પહેલા તો દ્રૌપદી પર ચારેય ભાઈઓની નજર બગડે છે. ક્યારેક ભીમ જીમમાં દ્રૌપદીને સતત જોયા કરે છે તો ક્યારેક યુધિષ્ઠીર પૂલમાં તેને ન્હાતા જુએ છે. જોકે બાદમાં ચારેય ભાઈઓ કુંતી સાથે અર્જુન અને દ્રૌપદીના પક્ષમાં વાત કરવા તૈયાર થઈ જાય છે. તે પોતાની મા સાથે વાત કરી શકે છે કે, નહીં તે અંગે જાણવા તમે આ ફિલ્મ જોઈ શકો છો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ મહાભારતની મજાક ઉડાવનારી શોર્ટ ફિલ્મ 'મામાસ બોય્સ'ની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો