વિદ્યા બાલનની કઝિન છે આ Actress, Rape પર કમેન્ટથી હતી યુઝર્સના નિશાને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સની સુપરસ્ટાર પ્રિયામણિએ તાજેતરમાં જ 'બોમ્બે' જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર અરવિંદ સ્વામી સાથે ફિલ્મ કરવાની ના પાડી હતી. હકીકતમાં ડિરેક્ટર સેલ્વા અરવિંદને લઇને એક તામિલ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેમાં હિરોઇન માટે તેણે પ્રિયામણિનો એપ્રોચ કર્યો ત્યારે તેણે ફિલ્મમાં કામ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. નોંધનીય છે કે ગત વર્ષે એક દુષ્કર્મ મામલે કમેન્ટ કરવાથી તે યુઝર્સના ગુસ્સાનો શિકાર પણ બની હતી.
 
આ કારણે અરવિંદ સાથે કામ કરવા તૈયાર ના થઇ પ્રિયામણિ
-પ્રિયામણિએ ફિલ્મમાં અરવિંદ સાથે કામ ન કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે,"આ ફિલ્મમાં મારા રોલને કોઇ જ મહત્વ આપવામાં આવ્યું ના હતું." નોંધનીય છે કે આ ફિલ્મમાં પ્રિયામણિને અરવિંદ સ્વામીના કેરેક્ટરની બેસ્ટ ફ્રેન્ડનો રોલ મળ્યો હતો. જે એક પોલિસ સબ ઓર્ડિનેટ છે.
-જોકે,આ પછી જ્યારે ડિરેક્ટરે વેટરન એક્ટ્રેસ સિમરન સાથે આ રોલની વાત કરી તો તે રાજી થઇ ગઇ હતી. હવે આ રિજેક્શનથી તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં પ્રિયામણિ ચર્ચામાં છે. પ્રિયામણિ તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કોઇ કામ નથી કરી રહી. તે માત્ર મલયાલમ ફિલ્મમાં જ રોલ કરી રહી છે.  હાલ તે દુબઇમાં રહે છે.
 
વિદ્યા બાલનની કઝિન છે પ્રિયામણિ
એક્ટ્રેસ વિદ્યા બાલનની કઝિન અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સની સુપરસ્ટાર પ્રિયામણિનું અસલી નામ પ્રિયા વાસુદેવ મણિ અય્યર છે. તેનો જન્મ 4 જુન, 1984માં બેંગ્લુરૂમાં થયો હતો. સ્કૂલમાં અભ્યાસ સમયે જ પ્રિયામણિએ મોડલિંગ શરૂ કર્યું હતું. ત્યારે તેણે કાંચીવરમ સિલ્ક અને ઇરોડ સિલ્ક માટે મોડલિંગ કર્યું હતું. પ્રિયા જ્યારે 12માં ધોરણમાં હતી ત્યારે તમિલ ડિરેક્ટર ભારતી  રાજાએ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, એક્ટ્રેસ પ્રિયામણિની અન્ય તસવીરો....
અન્ય સમાચારો પણ છે...