તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1983ના વર્લ્ડકપ પર બની રહેલી ફિલ્મમાં સુશાંત અને રણવીરસિંહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બે એપ્રિલના અંકમાં ભાસ્કરે સૌથી પહેલા જણાવ્યું હતું કે, 1983ના વર્લ્ડકપ પર ફિલ્મ બનશે. ગત રવિવારે(17 જુલાઈ) ફેન્ટમ ફિલ્મ્સે વર્લ્ડકપના ખેલાડીઓ સાથે કરાર કરી લીધા છે. ફિલ્મનું નિર્માણ ફેન્ટમના ચારેય પાર્ટનર એવા અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાણે અને મધુ મન્ટેના કરશે. હાલ ફિલ્મની સ્ટારકાસ્ટની પસંદગી અને પટકથા લોક કરવા પર કામ ચાલી રહ્યું છે.
સૂત્રો જણાવે છે કે,''ફિલ્મ તમામ એ લિસ્ટર સ્ટાર્સ સાથે બનશે, આથી બજેટ પણ ઘણું મોટું હશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે રણવિરસિંહ અને સુશાંતસિંહના નામ સામે આવી રહ્યા છે. બન્ને કલાકારો સાથે શરૂઆતથી વાતચીત ચાલી રહી છે. ''
કબીરની ફી પર અટકી વાત
ફિલ્મના નિર્દેશક તરીકે કબીર ખાનનું નામ સામે આવ્યું છે. ડોક્યુમેન્ટેડ ફેક્ટ અને રિસર્ચ સાથે ફિલ્મ બનાવવામાં કબીર એક્સપર્ટ છે. પરંતુ વાત કબીરની ફી પર અટકી રહી છે. સૈફ અલી ખાન સાથે 'ફેન્ટમ' બનાવવા માટે કબીરની ફી 10 કરોડ રૂપિયા હતી. જ્યારે સલમાન સાથે 'બજરંગી ભાઈજાન' માટે કબીરની ફી 15 કરોડ રૂપિયા હતી.
ફિલ્મ સુપર-ડુપર હિટ સાબિત થયા બાદ તેને વધારાના પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા. જ્યારે સલમાન સાથે તેની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' માટે 21 કરોડ રૂપિયા નક્કી થયા છે. વર્લ્ડકપ પર બની રહેલી આ ફિલ્મ ક્રિકેટના બેકગ્રાઉન્ડ અને મોટી સ્ટારકાસ્ટ સાથે મોંઘી જ પ્લાન થઈ છે. એવામાં નિર્દેશન માટે કબીરની તગડી ફીએ નિર્માતાઓને મુંઝવણમાં મુકી દીધા છે. કબીર પણ આ ફિલ્મ સાથે જોડાવા માગે છે. બન્ને પક્ષો વચ્ચે હાલ વાતચીત અને ફીને લઈ ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. 1983ના વર્લ્ડકપ પર બની રહેલી ફિલ્મમાં રણવીર અને સુશાંતનું નામ સૌથી ઉપર છે. ફિલ્મનું નિર્દેશન કબીર ખાન કરી શકે છે.
એક્ટ્રેસ કરતા મેચ પર વધુ ફોકસ
સૂત્રો જણાવે છે કે,''ફિલ્મમાં એક્ટ્રેસિસ અને સોંગ્સ જોવા મળશે. જોકે હાલ અંગત જીવન અને રોમેન્ટિક એંગલ્સને કેન્દ્રમાં ના લાવવામાં આવે એવો પ્રયાસ ચાલી રહ્યો છે. આ મેચ લોર્ડ્સમાં વેસ્ટ ઈન્ડિઝ સાથે યોજાઈ હતી. જેમાં ભારતે 43 રનથી વિજય મેળવ્યો હતો. રમત પર વધુ ધ્યાન આપવામાં આવશે. મેચની યાદો હજુ પણ તે સમયની જેનેરેશનમાં તાજી છે, આથી તે પેઢીને સ્ટોરી જસ્ટીફાય લાગવી જોઈએ. વર્તમાન પેઢી તે સમયનો મેચ સમજી શકવી જોઈએ. ''
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો