આ છે આમિરનો મોટો પુત્ર જુનૈદ, અત્યાર સુધી હતો લાઈમ-લાઈટથી દૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાન સ્વાઈન ફ્લૂ થવાને કારણે સંપૂર્ણ આરામ કરી રહ્યો છે. આમિરે થોડાં સમય પહેલાં જ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તોના'નું ફર્સ્ટ શિડ્યૂઅલનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મમાં ફાતિમા શેખ તથા કેટરિના કૈફ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ છે. હાલમાં આમિરનો મોટો પુત્ર જુનૈદની ઘણી જ ચર્ચા થઈ રહી છે. 

થિયેટરમાં કરવાનો છે ડેબ્યૂઃ
જુનૈદ આમિરની પહેલી પત્ની રિના દત્તનો પુત્ર છે. આમિર તથા રિનાએ 2002માં ડિવોર્સ લીધા હતાં. રિનાને બાળકોની કસ્ટડી મળી હતી. 22 વર્ષીય જુનૈદ થિયેટરમાં ડેબ્યૂ કરવાનો છે. 
 
કર્યું છે એમબીએઃ
22 વર્ષીય જુનૈદે એમબીએ કર્યું છે. અત્યાર સુધી તે પડદાં પર દેખાતો નહોતો પરંતુ પડદા પાછળ રહીને કામ કરતો હતો. પિતાની જેમ જ જુનૈદ પણ ઘણો જ પેશનેટ છે. તે ફ્રેન્ડ્સ સાથે સ્ટ્રિટ પ્લે કરતો હોય છે. 

રહી ચૂક્યો છે આસિસ્ટન્ટ ડિરેક્ટરઃ
'3 ઈડિયટ્સ' તથા 'પીકે'માં જુનૈદે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આમિરની હાઈટ 5.4 છે, જ્યારે જુનૈદની હાઈટ 6.3 છે. જુનૈદે અભ્યાસની સાથે સાથે ફિલ્મ્સ પણ આસિસ્ટ કરી છે. પિતા સુપર સ્ટાર હોવા છતાંય જુનૈદ લાઈમ-લાઈટથી દૂર રહે છે. 

ક્લાસમેટને કરે છે ડેટઃ
જુનૈદે પોતાના સંબંધો ક્યારેય છૂપાવ્યા નથી. તે પોતાની ક્લાસમેટ સોનમ વર્માને ડેટ કરે છે. મીડિયામાં આ બંનેની અનેક તસવીરો આવી ચૂકી છે. જુનૈદ સાવકા ભાઈ આઝાદ કરતાં 18 વર્ષ મોટો છે. જુનૈદ, ઈરા તથા આઝાદ વચ્ચે સારું બોન્ડિંગ છે.

સાવકી માતા પણ આપે છે સાથઃ
આમિરની બીજી પત્ની કિરણ રાવ પણ જુનૈદને સતત સાથ અને સપોર્ટ આપે છે. કિરણે કહ્યું હતું કે જુનૈદ ઘણો જ હોશિયાર છે. તેનો ફ્યૂચર પ્લાન ખબર નથી પરંતુ તે જે પણ કરશે, તેમાં તેને સાથ આપીશ.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, જુનૈદની પરિવાર સાથેની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...