જ્યારે સની દેઓલની હરકત પર ભડક્યા હતા ધરમપાજી, કરી હતી દીકરાની બરાબરની ધોલાઈ

divyabhaskar.com

Aug 24, 2018, 12:03 PM IST
Dharmendra Once Beaten Son Sunny Deol Shared Story During Promotion

મુંબઈઃ ધર્મેન્દ્ર અને તેના દીકરાઓની ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ 31 ઓગસ્ટના રીલિઝ થવા જઈ રહી છે. તાજેતરમાં ફિલ્મ પ્રમોશન માટે ધર્મેન્દ્ર પોતાના દીકરાઓ સાથે ઈન્ડિયન આઈડલ-10ના સેટ પર પહોંચ્યા હતા. આ સમયે તેમણે એક ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે સની દેઓલની ગુસ્સામાં બરોબરની ધોલાઈ કરી હતી. વાસ્તવમાં શોના હોસ્ટ મનીષ પૉલે ધરમપાજીને પ્રશ્ન કર્યો હતો કે, તેઓ બંને દીકરીમાંથી કોને વધુ પ્રેમ કરે છે? આ અંગે ધરમપાજીએ કહ્યું હતું કે, તેમના માટે એક દીકરો ડાબી તો બીજો જમણી આંખ સમાન છે.

પહેલા કરી સની દેઓલની ધોલાઈ, પછી ભૂલ કર્યાનો અહેસાસ થયો


- ધરમપાજીએ સની દેઓલની ધોલાઈ કર્યાની ઘટનાને જણાવતા કહ્યું હતું કે,"બંને બાળકો મારી આંખો છે અને હું બંનેને પ્રેમ કરું છું. એકવાર સની માટે હું ટોયગન લઈ આવ્યો હતો અને તેણે એ ગનથી ઘરની બધી બારીના કાંચ તોડી નાંખ્યા હતા. તે સમયે મને ઘણો ગુસ્સો આવ્યો અને મે તેની બરાબરની ધોલાઈ કરી. પરંતુ મને લાગ્યું કે મે ખોટું કર્યું છે."
- ઉલ્લેખનીય છે કે, ‘યમલાપગલા દીવાના ફિર સે’ સાથે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી’ પણ રીલિઝ થશે.
- ‘યમલા પગલા દીવાના ફિર સે’ માં સની દેઓલ, ધર્મેન્દ્ર અને બોબી દેઓલ લોકોને હસાવતા જોવા મળશે તો તેમની સાથે કૃતિ ખરબંદા પણ જોવા મળશે. આ ફિલ્મનો પ્રથમ ભાગ સફળ રહ્યો હતો પરંતુ બીજો ભાગ ફ્લોપ રહ્યો.

સોનમ કપૂરનો ભાઈ છે રણવીર સિંહ, બોલિવૂડ સેલેબ્સના ઓફસ્ક્રિન અને હટકે Relatives જેનાથી ફેન્સ છે અજાણ

X
Dharmendra Once Beaten Son Sunny Deol Shared Story During Promotion
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી